ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી યુવતીઓના જીવી લેવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં વડોદરામાં એક 19 વર્ષની યુવતીનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના સાંભળીને તમારા પણ રુવાડા ઉભા થઇ જશે. ઘટનાની જાણ થતાં સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઇ છે.
વડોદરા શહેરના જેવાને નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજ નજીક 19 વર્ષની વિદ્યાર્થિનીનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતા જ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો. વિદ્યાર્થિનીના મૃતદેહની હાલત જોઈને તમે પણ ચોકી જશો.
યુવતીનો એક હાથ તેના મૃતદેહથી અલગ કરી દેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના માણેજામાં મામાના ઘરે રહીને અભ્યાસ કરતી 19 વર્ષીય તૃષા સોલંકીનો અજાણ્યા વ્યક્તિએ જીવ લઈ લીધો છે. જીવ લીધા બાદ તૃષાના મૃતદેહને હાઇવે પાસે ફેંકીને ફરાર થઈ ગયો હતો.
યુવતી પાસેથી મળેલા આધારકાર્ડથી યુવતીની ઓળખ થઈ હતી. યુવતી પંચમહાલ જિલ્લાની હોવાનો ખુલાસો થયો છે. મળતી માહિતી અનુસાર પોલીસને નેશનલ હાઇવે 48 પર આવેલી લેન્ડફીલ સાઇટ પાસે એક યુવતીનો મૃતદેહ પડેલું છે તેવી પોલીસને ખબર હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. યુવતીના મોઢાના ભાગ પર ગંભીર પ્રહાર કરવામાં આવ્યા હતા. યુવતીનો જીવ કયા કારણોસર લઈ લેવામાં આવ્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે યુવતી પોતાની એકટીવા લઈને ટ્યુશન જવા નીકળી હતી. ત્યારે તેની સાથે આ ઘટના બની હતી. આ ઘટના પોલીસ કંટ્રોલરૂમથી 200 મીટરના અંતરે બની છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment