સુરતના વરાછા વિસ્તારમાં લક્ઝરી બસમાં લાગેલી આગની ઘટનામાં હજુ તો થોડાક દિવસ થયા છે. ત્યાં હજીરા વિસ્તારમાં એક ખાનગી બસમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર હજીરાના મોરા ગામ ખાનજી બસવા અચાનક જ આગ લાગી જતા અફરા-તફરી મચી ગઇ હતી.
બસ માં લાગેલી આગ લાગે તો ટૂંક સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આ ઘટનામાં બસ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના કોઈપણ વ્યક્તિને કંઈ થયું નથી.
આ સમગ્ર ઘટનાને લઇને સ્થાનિક લોકોએ જણાવ્યું કે, પાર્ક કરેલી ખાનગી બસમાં આગ લાગે ઉઠી હતી. જેને લઇને ઘટના સ્થળે ભારે દોડધામ મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી.
સુરતમાં વધુ એક બસમાં આગ લાગવાની ઘટના : હજીરા વિસ્તારમાં પાર્ક કરેલી લક્ઝરી બસમાં આગ લાગી ઉઠી… pic.twitter.com/JYL2OMlMaF
— GUJJU ROCKZ (@gujju_rockz) January 22, 2022
અને ગણતરીની કલાકોમાં જ બસ માં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. બસમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સમગ્ર ઘટનાને લઇને ફાયર વિભાગના એક ઓફિસરે જણાવ્યું કે, કાલે લગભગ રાત્રે 11:20 વાગે બસમાં આગ લાગી હોવાની ઘટનાની માહિતી મળી હતી.
આ ઉપરાંત ઓફિસરે જણાવ્યું કે, 28 મિનિટ બાદ અમે જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા તે પહેલા તો બસ સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી. ત્યારબાદ અમે ગણતરીની મિનિટોમાંજ બસ પર લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment