અમદાવાદમાં ATMમાં બનેલી વધુ એક લૂંટની ઘટના સામે આવી, લુટેરાઓની નવી ટેકનીક જોઈને પોલીસ પણ વિચારમાં પડી ગઈ…

આજકાલ લૂંટની અને ચોરીની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં એટીએમ માં બનેલી એક લૂંટની ઘટનાના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ વખતે લુટેરા દ્વારા એક નવી ટેક્નિકથી એટીએમ મશીનમાંથી પૈસા સરકાવી લેવામાં આવ્યા છે.

લુટેરાની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ વિચારમાં પડી ગઈ છે. આ લુટેરે ફૂટપટ્ટી જેવી વસ્તુથી એટીએમ મશીનમાંથી પૈસા સરકાવી લે છે. આ ઘટના બનતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી.

હાલમાં પોલીસ લુટેરાની શોધખોળ કરી રહી છે. મળતી માહિતી અનુસાર ભરચક વિસ્તારમાં આવેલા એટીએમમાં જ્યાં એક બાદ એક અસંખ્ય લોકો એટીએમનો ઉપયોગ કરે છે. ત્યાંથી આ લુટેરા હિંમત કરીને એટીએમમાંથી પૈસા સરકાવી લીધા હતા અને ચોરી કરીને પોલીસને ચેલેન્જ આપ્યું છે.

જે લોકો દરરોજ ATM સેવાનો ઉપયોગ કરતા હોય એ લોકોને સાવધાન થવાની જરૂર છે. કારણકે હાલમાં જ એટીએમમાંથી પૈસા સરકાવી લેતી ગેંગ સક્રિય થાય છે. મળતી માહિતી અનુસાર સીસીટીવી ફુટેજમાં દેખાતા આ દ્રશ્યો અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાયપુર દરવાજા સામેના યુનિયનબેંકના એટીએમ ના છે.

સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો અનુસાર જાણવા મળ્યું કે, એક પછી એક બે લુટેરા એટીએમ માં પ્રવેશ કરે છે. ત્યારબાદ તેઓ એટીએમ મશીનમાંથી રોકડા રકમ નીકળે ત્યાં ફુટપટ્ટી જેવી વસ્તુઓ નાખે છે.

અને ત્યારબાદ અંદરથી નોટ બહાર કાઢે છે. અને ત્યારબાદ બંને રોકડા રૂપિયા લઈને ત્યાંથી રફુચક્કર થઇ જાય છે. આ ઘટના 9 તારીખે ત્રણ વાગ્યાની આસપાસ બની હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*