આપણે સૌ જાણીએ છીએ કે જૈન ધર્મમાં કેટલીક કુમારીઓ દીક્ષા લેતા નજરે પડે છે, ત્યારે આજે આપણે એક એ એવા જ પ્રસંગ વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જેમાં આઠ વર્ષીય મુમુક્ષ આંગી બગરેચા આજે પાવનભૂમિ ખાતે દીક્ષા લેશે. આ પ્રસંગ છે., અમદાવાદમાં રહેતા દિનેશકુમાર બગરેચા કે જેમને આઠ વર્ષીય મુમુક્ષ નામની એક દીકરી છે.
જેણે 23 એપ્રિલ ના રોજ ગુરુરામ પાવનભૂમિ ખાતે દીક્ષા લેશે. ત્યારબાદ વાત કરીએ તો આંગી નો વર્ષીદાનનો વરઘોડો નીકળવાનો હતો પરંતુ લોકડાઉન દરમિયાન સુરતમાં આવી હતી. ત્યારે તેમણે જૈન સમાજને લગતા ઘણા બધા પુસ્તકો નું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને તેના તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
વિશેષમાં વાત કરીએ તો આ અંગે ગચ્છાધિપતિ વિજયયમ પ્રભુસુરીશ્વરજી મહારાજની નિશ્રામાં પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. જેના થકી તેના મનમાં દીક્ષા લેવાની ભાવના જાગી તેમણે જૈન ધર્મને લગતા અનેક પુસ્તકોમાંથી શિક્ષણને લગતુ જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને અંતે વર્ષીદાન યાત્રા કરવાનું નક્કી કર્યું.
વાત કરીએ તો આ મુમુક્ષ આંગી કુમારીની વર્ષીદાન યાત્રા ગુરુરામ પાવનભૂમિથી નીકળીને રાજહંસ એલિટા થઈને પરત આવીને ગુરુરામ પાવનભૂમિ ખાતે પૂર્ણ થઈ હતી અને તેનો આ વિચાર તેને ગુરુરામ પાવનભૂમિ ખાતે લઇ આવ્યો. અને ધામધૂમ થી તેમની વર્ષા યાત્રા કાઢવામાં આવી હતી.
ગચ્છાધિપતિ એમ પ્રભુસૂરીશ્વરજી નિશ્રામાં આજે સવારે 8 વાગ્યે મુમુક્ષુ અંગે દીક્ષા લેશે, ત્યારે આ બધી માહિતી તેણે અલગ-અલગ જૈન ધર્મના પુસ્તકો માંથી ધ્યાન કેન્દ્રિત કરીને પ્રાપ્ત કર્યું હતું અને અંતે આઠ વર્ષીય અંગે દીક્ષા લેવા જઈ રહી છે. આ મુમુક્ષ આંગી એ તેમની ખુબજ નાની વયે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો એમ પણ કહી શકાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment