પ્રેમીના લગ્નના દિવસે પ્રેમિકાએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું, સુસાઇડ નોટમાં લખ્યું હતું એવું કે…

Published on: 11:17 am, Sun, 24 April 22

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમીના લગ્નના દિવસે પ્રેમિકાએ ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું. પ્રેમિકાએ આ પગલું ભરીયા પહેલા સુસાઈડ નોટ પણ લખી હતી. આ ઘટના છત્તીસગઢના કોરબા જિલ્લાની છે. મળતી માહિતી અનુસાર 27 વર્ષીય પ્રીતિ નામની યુવતીએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

મળતી માહિતી અનુસાર પરિવારજનોને શુક્રવારના રોજ સવારે ઘરની રૂમમાંથી પ્રીતિનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ સવારે પોતાનું જીવન ટુંકાવ્યું હશે તેવું જાણવા મળી રહ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

તપાસ દરમિયાન પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. મૃત્યુ પામેલી પ્રીતિએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, હું મારા પ્રેમીને ખુબ જ પ્રેમ કરતી હતી. પરંતુ તેને મારી સાથે છેતરપિંડી કરી છે. આજે તેના લગ્ન થઇ રહ્યા છે. આ ઉપરાંત પ્રીતિએ લખ્યું કે, મેં જીવવાની ઘણી કોશિશ કરી, પરંતુ હવે હું આ પગલું ભરું છું.

પ્રીતિએ પોતાના ભાઈ વિશે લખ્યું હતું કે, ભાઈ મને માફ કરી દેજે. હવે તને કોઇ પર વિશ્વાસ નથી. મારી છેલ્લી ઈચ્છા છે કે મારા બોયફ્રેન્ડને કહેવાનું છે કે, હું તેને કેટલો પ્રેમ કરતી હતી. તેને એમ પણ કેજે કે, મારા મૃત્યુ પછી મારા મૃતદેહને જોવા આવજે.

આ ઉપરાંત પ્રીતિએ સુસાઇડ નોટમાં લખ્યું કે, મેં મારા પ્રેમી સાથે વાત કરવાની ઘણી કોશિશ કરી, પરંતુ હું વાત કરી શકી નહીં. તે હંમેશા મારી સાથે જૂઠું બોલતો હતો. હું તેને ખૂબ જ પ્રેમ કરતી હતી. હું તેના જૂઠને પણ સત્ય સમજતી હતી. માં, કાકા, દાદા અને બધાને ગુમાવ્યા પછી હવે મારામાં કોઈને ગુમાવવાનો હિંમત નથી.

મેં મારા પ્રેમીને ખૂબ જ ગયું પરંતુ તેને બધી વાત મજાકમાં લીધી. મળતી માહિતી અનુસાર પ્રીતિએ પોતાના પ્રેમીના લગ્નના દિવસે ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. હાલમાં આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પ્રેમીના લગ્નના દિવસે પ્રેમિકાએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું, સુસાઇડ નોટમાં લખ્યું હતું એવું કે…"

Leave a comment

Your email address will not be published.


*