એક બેકાબૂ ઈલેક્ટ્રીક બસે 2 કાર અને 10 બાઈકને લગાવી જબરદસ્ત ટક્કર – 6 લોકોએ ગુમાવ્યા પોતાના જીવ…

કાનપુરમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર કાનપુરમાં આ ઘટના રવિવારના રોજ મોડી રાત્રે બની હતી. કાનપુરમાં ટાટામીલ ચાર રસ્તા પર એક બેકાબૂ ઈલેક્ટ્રિક બસે 17 વાહનોને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

જેમાં 2 કાર, 10 બાઈક, 2 ઈલેક્ટ્રીક રીક્ષા અને 3 ટેમ્પાને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં કુલ 6 લોકોના કારણે મૃત્યુ થયા છે. ઉપરાંત 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

ઉપરાંત ગંભીર અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. અકસ્માત બન્યા બાદ લોકોની ભીડને જોઈને બસ ડ્રાઈવર ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં બસની જબરદસ્ત ટક્કરના કારણે બંને કાર સંપૂર્ણ રીતે ભાંગીને ભુક્કો થઈ ગઈ હતી.

આ ઘટનામાં કેટલાક લોકો બસના ટાયર નીચે આવી ગયા હતા. અકસ્માત બનતા જ ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઇ હતી. બસની જબરદસ્ત ટક્કરને કારણે નજીકના લાગેલા સીસીટીવી કેમેરા પણ તૂટી ગયા હતા.

આ સમગ્ર ઘટનાને લઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વીટરમાં ટ્વીટ કરીને અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત કહ્યું હતું કે ઈજાગ્રસ્ત લોકો જલ્દી સારા થાય તેવી પ્રાર્થના કરું છું.

આ ઘટના બની ત્યારે મોટી સંખ્યામાં ઘટના સ્થળે પોલીસની ટીમ થી થઈ ગઈ હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*