વલસાડની ધરમપુર ચોકડી પાસે એક કારચાલકે ડિવાઈડર કુદાવીને સામેથી આવતા, ટેમ્પા સાથે લગાવી જબરદસ્ત ટક્કર – બે લોકોનાં કરૂણ મૃત્યુ…

Published on: 10:46 am, Mon, 31 January 22

વલસાડ શહેરના ધરમપુર ચોકડી પાસે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહી એક કારચાલકે ડીવાઇડર કુદાવીને સામેથી આવતા ટેમ્પા સાથે જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં બે લોકોના કારણે મૃત્યુ થયા છે.

મળતી માહિતી અનુસાર વાપી તરફ થી સુરત જતી કાર ચાલકે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો અને તેના કારણે કાર ડિવાઇડર કૂદીને મુંબઈ તરફ જતાં ટેમ્પા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 3 લોકો માંથી 2 લોકોના કરૂણ મૃત્યુ થયા છે.

આ ઘટના બનતા જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. ઉપરાંત અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર સુરત તરફ જતી GJ 05 CD 5750 નંબરની કાર ચાલકે વાપી તરફ થી નવસારી જતા ટ્રેક ધરમપુર ચોકડી પાસે કાર બેકાબુ થઇ હતી અને ડિવાઇડર કૂદીને મુંબઈ તરફ જતા ટ્રક સાથે અથડાઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં કારમાં સવાર બે લોકોના મૃત્યુ થયા હતા.

અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઉપરાંત આ સમગ્ર ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર આ ઘટના ધરમપુર ચોકડી પાસે આવેલી એક હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. હાલમાં પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વલસાડની ધરમપુર ચોકડી પાસે એક કારચાલકે ડિવાઈડર કુદાવીને સામેથી આવતા, ટેમ્પા સાથે લગાવી જબરદસ્ત ટક્કર – બે લોકોનાં કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*