એક બેકાબૂ આઈસર ચાલકે પાણી ભરવા જઈ રહેલી બે મહિલાને લીધી અડફેટેમાં – અકસ્માતમાં ચાલક સહિત 2 મહિલાઓના મૃત્યુ…

લખતર-વિરમગામ સ્ટેટ હાઈવે પર બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર લખતર તાલુકાના વિઠ્ઠલપરા ગામ નજીક એક આઈસર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે આઈસર ટ્રક ગામના બસ સ્ટેશન સાથે અથડાયો હતો અને ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં આઇસર ચાલક અને ગામની પાણી ભરીને આવતી બે મહિલાઓના કરૂણ મૃત્યુ થયા છે. ઉપરાંત અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર આઈસર ટ્રક ચાલકે બમ્પ કુદાવીને સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો તેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર આ ઘટના શુક્રવારના રોજ બની હતી. વિઠ્ઠલપરા ગામ સ્ટેટ હાઈવેને અડીને આવેલું છે. અકસ્માત બન્યો ત્યારે ગામની કેટલીક મહિલાઓ પાણી ભરવા જઈ રહી હતી.

ત્યારે એક આઈસર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને પાણી ભરવા જઈ રહેલી બે મહિલાને અડફેટેમાં લીધી હતી. અને ત્યારબાદ આઈસર ટ્રક ગામના બસ સ્ટેશનમાં ઘૂસી ગયો હતો.

આ ઘટનામાં ચાલક ખેરાજ રામ અને ગામના લક્ષ્મીબેન ઘનશ્યામભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે લક્ષ્મીબેન ની સાથે જઇ રહેલા ટીડી બહેનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

ઉપરાંત અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેઓને સારવાર માટે વિરમગામ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*