લગ્નની ખુશીમાં છવાઈ ગયો માતમ : એક ખાનગી બસ ટ્રક સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત – 3 લોકોએ ગુમાવ્યા પોતાના જીવ…

Published on: 3:28 pm, Sat, 29 January 22

કન્નૌજમાં આજરોજ સવારે બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક ખાનગી બસ ટ્રક સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં 3 લોકોએ ઘટનાસ્થળે જ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત અકસ્માતમાં 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ઈજાગ્રસ્ત લકવાની સારવાર માટે નજીકની મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી. ઉપરાંત મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

આ ઘટના આજ રોજ લગભગ 3.45 વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર દિલ્હી થી અયોધ્યા જાનને લઈને જઈ રહેલી એક ખાનગી બસ ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત બન્યો ત્યારે બસની અંદર જાનૈયાઓ સવાર હતા.

મળતી માહિતી અનુસાર ડ્રાઈવરને અચાનક જ ઊંઘ આવી જતા બસ બેકાબૂ બની ગઈ હતી અને આગળ જઈ રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતની ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી.

આ અકસ્માતમાં વરરાજાના પિતા રામચેલ, ભાઈ રવી અને ગાઝિયાબાદના નિવાસી વિજેન્દર સિંહનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. આ ઉપરાંત અકસ્માતમાં અન્ય સાત લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સાત લોકોની સારવાર માટે મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ત્રણ લોકોની હાલત ખુબ જ ગંભીર હોવાના કારણે ત્યાંથી તેમને કાનપુર રીફર કરવામાં આવ્યા છે. અકસ્માત બનતા જ લગ્નની ખુશીના માહોલમાં શોખ નું વાતાવરણ છવાઇ ગયું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નની ખુશીમાં છવાઈ ગયો માતમ : એક ખાનગી બસ ટ્રક સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત – 3 લોકોએ ગુમાવ્યા પોતાના જીવ…"

Leave a comment

Your email address will not be published.


*