હાલમાં બનેલી કે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં રોડ પર જઈ રહેલા કાવડિયાઓને એક ડમ્પર ચાલકે કચડી નાખ્યા હતા. ડમ્ફર ચાલકે 7 જેટલા કાવડિયાઓને કચડી નાખ્યા હતા. જેમાં 5 લોકોના ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયા હતા અને એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
આ ગંભીર અકસ્માતની ઘટના મધ્યપ્રદેશમાં બની હતી. મળતી માહિતી અનુસાર અકસ્માતમાં ભોગ બનેલા તમામ કાવડિયાઓ હરિદ્વાર થી ગંગાજળ લઈને ગવાલિયર પરત ફરી રહ્યા હતા. તમામ કાવડિયાઓ ગવાલિયરના બાગીપુર ગામના રહેવાસી હતા. એક જ ગામના 6 લોકોના મૃત્યુ થતાં આખું ગામ હિબકે ચડ્યું હતું.
અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા એક કાવડિયાની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહે છે. મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના શુક્રવારના રોજ મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર કાવડિયાઓ ધાબા પર જમી રહ્યા હતા.
આ દરમિયાન એક બેકાબુ ડમ્પરે તેમને કચડી નાખ્યા હતા. અકસ્માતની ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં 28 વર્ષીય જબર સિંહ, 30 વર્ષીય રણવીર સિંહ, 30 વર્ષીય મનોજપાલ સિંહ, 30 વર્ષે રમેશપાલ, 45 વર્ષીય નરેશ પાલ અને વિકાસ નામના વ્યક્તિનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. એક જ ગામના છ લોકોના મૃત્યુ થતાં આખું ગામ હિબકે ચડ્યું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ મૃતકોના પરિવારના સભ્યોને હાથરસ DM રમેશ રંજને 1-1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. ઘટના બન્યા બાદ મૃતકોના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment