આજકાલ મોટાભાગના લોકોને કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા જોવા મળી રહી છે. જ્યારે એક મહિલાને કોલેસ્ટ્રોલ ઘટાડવા ભારે પડયું હતું. મહિલાને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોવાના કારણે ડોક્ટરે સવારમાં થોડું ચાલવાની સલાહ આપી હતી.
ડોક્ટરની સલાહ માનીને મહિલા સવારમાં મોર્નિંગ વોક પર જાય છે તે દરમ્યાન મહિલા નો અકસ્માત થાય છે અને અકસ્માતમાં મહિલાનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
મળતી માહિતી મુજબ ભાનગઢ ના વતની નસીમા યુસુફને શારીરિક તકલીફ થતા ડૉક્ટરે તેમને સવારમાં થોડીવાર ચાલવાનું કહ્યું હતું. ત્યારે નસીમા અને તેના પડોશી મોર્નિંગ વોક પર નીકળ્યા હતા.
મોર્નિંગ વોક દરમિયાન એક બેકાબૂ કારે નસીમાં ને ટક્કર લગાવી હતી અને એના કારણે નસીમાંનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું.
મળતી માહિતી મુજબ કારચાલકે નસીમા અને સુબૈદાને ટક્કર લગાવી હતી. તે કારણોસર બંનેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ નસીમા નું મૃત્યુ થયું હતું.
મળતી માહિતી મુજબ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ઘટના બનતા આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment