એક બેકાબૂ ટેન્કર ચાલકે બાઈક પર જતા ભાણેજને માસીને લગાવી ટક્કર, માસીનું ઘટનાસ્થળે મૃત્યુ…

63

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે આંકલાવ તાલુકાના નાનપુરા સીમા પર એક યુવક બાઈક પર તેની માસીને બેસાડીને મોસાળમાં જઈ રહ્યા હતા તે દરમિયાન દૂધના ટેન્કરે બાઈક પર સવાર ભાણેજને માસી ને ટક્કર લગાવી હતી અકસ્માતમાં માસીનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું.

જ્યારે બાઇક ચાલક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

મળતી માહિતી અનુસાર અકસ્માત રવિવારના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ થયું હતું. ત્યારે બાઇક પર ભાણેજ અને માસી બામણગામથી નાનપુરા ગામના સિંગલ પટ્ટી રોડ પર પસાર થઇ રહ્યા હતા.

તે દરમિયાન એક દૂધના ટેન્કરે બાઈક પર સવાર માસી અને ભાણેજ ને ટક્કર લગાવી હતી. ટક્કરમાં માસીનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું.

ઉપરાંત બાઈક ભાણેજને અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચી હતી તેને સારવાર માટે આસપાસના લોકો દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો ટેન્કર ચાલક ઘટના સ્થળેથી રફુચક્કર થઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!