હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ચાલતી જીપ કાર માંથી પડી જતા ભાઈ અને બહેનની કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર ભાઈ અને બહેન જીપ કારની ઉપર બેઠા હતા. આ દરમિયાન બંને ચાલતી જીપમાંથી નીચે પડી ગયા હતા. આ ઘટનાના પગલે બંનેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી આ કારણોસર બંનેનું કરૂણ મૃત્યુ થયું હતું.
મળતી માહિતી અનુસાર ત્રણ ભાઈ બહેનો જીપની ઉપરની બાજુ બેઠા હતા. ત્યારે સામેથી આવી રહેલું ઓવરલોડ ઘાસથી ભરેલું ટ્રેક્ટર ટ્રોલી જીપની બાજુમાંથી પસાર થયું, ત્યારે જીપની ઉપર બેઠેલા ત્રણેય ભાઈ બહેનો ઓવરલોડ ટ્રેક્ટરની અડફેટેમાં આવી ગયા હતા.
આ ઘટનામાં ભાઈ અને બહેનનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું છે. જ્યારે અન્ય ભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો તો હાલમાં તેની સારવાર જિલ્લાની હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
પોલીસે ટ્રેક્ટરની કબજે લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બની ત્યારે જીપમાં 30થી વધારે લોકો સવાર હતા. આ અકસ્માતની ઘટનામાં 18 વર્ષીય હિના અને 16 વર્ષીય શંકરનું કરૂણ મૃત્યુ થયું છે. બંને સગા ભાઈ-બહેન હતાં.
જ્યારે 14 મરશિયા મનહરને અકસ્માતની ઘટનામાં ગંભીર ઈજા પહોંચી હતી. હાલમાં મનની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ અકસ્માતની ઘટના રાત્રે બની હતી. મૃત્યુ પામેલો શંકર ધોરણ 9માં અભ્યાસ કરતો હતો. સગા ભાઈ અને બહેન મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
એકસાથે ભાઈ અને બહેનની અર્થી ઉઠતા પરિવારના લોકો અને ગામના લોકોએ ચડ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment