નવસારીમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. નવસારીમાં ભૂંડના કારણે એક મહિલાનું મૃત્યુ થયું છે. જંગલી ભૂંડના કારણે ખેતીના ભાગમાં મોટું નુકસાન થતું હોય છે. પરંતુ હવે જંગલી ભૂંડના કારણે એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર નવસારી તાલુકાના ખેરગામમાં ગઇકાલે મંગળવારે સાંજે વાડીમાં ચારો લેવા ગયેલી એક આધેડ વયની મહિલા પર જંગલી ભૂંડે પ્રહાર કર્યા હતા.
આ ઘટનામાં મહિલાના શરીર અને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સોના કારણે મહિલાનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર ખેરગામના પટેલ ફળિયામાં રહેતી 65 વર્ષીય વિજયા અમૃતભાઈ નાયિકાને પરિવારમાં બે દીકરાઓ છે.
જે પૈકી એક દીકરો મહેશ અને માતા ચારો કાપવા માટે અલગ-અલગ વાડીમાં ગયા હતા. મહેશ વાડીમાંથી ચારો કાપીને ઘરે આવ્યો છતાં પણ તેની માતા ઘરે આવી નથી. ત્યારબાદ મળશે પોતાની માતાની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે લગભગ આઠ વાગ્યાની આસપાસ માતાનું મૃતદેહ વાડી માંથી મળી આવ્યું હતું.
ત્યારબાદ દીકરો પોતાની માતાને ગણદેવી આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઈ ગયો હતો. ત્યાં હાજર ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની જાણ કરતા પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ભૂલના કારણે મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે મહિલા ખેતરમાં ચારો કાપવા ગઈ ત્યારે જંગલી ભુંડે મહિલા પર પ્રહાર કર્યા હતા. આ કારણોસર મહિલાનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.
ગામના લોકોએ છેલ્લા ઘણાં સમયથી જંગલી ભૂંડ ખેતરમાં નુકસાન પહોંચાડે છે તેવી ફરિયાદ વનવિભાગની કરી હતી. પરંતુ આ મામલે વનવિભાગ દ્વારા કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું ન હતું. વન વિભાગની બેદરકારીના કારણે આજે એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment