છેલ્લા થોડા દિવસોથી જીવતો કરવાની ઘટનાઓ વધી રહી છે. ઘણા લોકો કોઈના ત્રાસથી અથવા તો પોતાના કોઈ અંગત કારણોથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ત્યારે પાટણમાં 61 વર્ષીય વૃદ્ધ વ્યક્તિએ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. ઘટના બનતા જ ભારે ચકચાર મચી ગઇ હતી.
પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પાટણ શહેરના વાડીના ચોક પર આવેલી ગોકુળ વાટિકા સોસાયટીમાં રહેતા કાનજીભાઈ રબારી પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. કાનજીભાઈ રબારીએ અમરત દેસાઈ, ધમસી દેસાઈ અને દિનેશ દેસાઈ પાસેથી 2 લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા.
મળતી માહિતી મુજબ કાનજીભાઈ વ્યાજના તમામ રૂપિયા ચૂકવી દીધા હતા. છતાં પણ કાનજીભાઈ પાસેથી વધુ પૈસા ઉઘરાવવા માટે કાનજીભાઈ વ્યાજખોરોને એડવાન્સ પેટે આપેલા ચેક વ્યાજખોરોએ કાનજીભાઈને પરત ન કર્યા અને વધુ પૈસાની માગણી કરી.
એટલું જ નહીં પરંતુ ચેક રીટર્ન કેસ કરવાની પણ દાદાગીરી બતાવી હતી. વ્યાજખોરો વારંવાર કાનજીભાઈ પાસેથી પૈસાની માગણી કરી રહ્યા હતા. વ્યાજખોરોએ બુધવારના રોજ કાનજીભાઈને ફોન પર કાનજીભાઇના પરિવારનું જીવ લઈ લેવાની દાદાગીરી બતાવી હતી.
આટલું જ નહીં પરંતુ કાનજીભાઈ ને પોતાનો જીવ ટૂંકાવવા માટે મજબૂર કર્યા હતા. આ કારણોસર કાનજીભાઈ ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. સમગ્ર ઘટનાને લઇને કાનજીભાઇના પુત્રએ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment