આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓ ના વિડીયો ખૂબ જ સામે આવતા હોય છે. આવો જ એક વિડીયો રાજકોટના રેલ્વે સ્ટેશન પરથી સામે આવ્યો છે. રાજકોટના રેલ્વે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતા એક વૃદ્ધ નીચે પટકાયા હતા. ત્યારે એક મહિલા આરપીએફએ આ વૃદ્ધને ટ્રેન હેઠળ આવે તે પહેલા ખેંચી લેતા તેનો જીવ બચ્યો હતો.
આ ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ છે, સીસીટીવી માં જોવા મળે છે કે ચાલુ ટ્રેનમાં એક વૃદ્ધ ચડી રહ્યા છે. ત્યારે તેઓ બેલેન્સ ગુમાવે છે અને નીચે પટકાઈ છે , વૃદ્ધ પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે વધુ ઢસડાય એ પહેલા મહિલા કોન્સ્ટેબલ ખેંચી લે છે. મળતી માહિતી મુજબ ગઈકાલે રાજકોટ રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ નંબર ત્રણ ઉપર વેરાવળ ટ્રેન નંબર 16333 નું આગમન થયું હતું.
10:20 કલાકે આવેલી આ ટ્રેન તેના નિયમ મુજબ 10:28 એ રવાના થઈ હતી. બરાબર આ સમયે ચાલતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતી વખતે એક વૃદ્ધ મુસાફર ચાલતી ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે પડી ગયા હતા. જોકે પ્લેટફોર્મ ડયુટી પર ફરજ બજાવી રહેલા રાજકોટ ચોકીના મહિલા કોન્સ્ટેબલ પ્રિયાંશી દુબેએ હિંમત અને બહાદુરી બતાવી તાત્કાલિક અસરથી તેઓને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેથી ખેંચી લેતા સદનસીબે તેમનો જીવ બચ્યો હતો.
રાજકોટમાં રેલ્વે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડતી વખતે વૃદ્ધ વ્યક્તિ નીચે પડ્યા, પછી કંઈક એવું બન્યું કે… વિડીયો જોઈને રૂવાડા ઊભા થઈ જશે… pic.twitter.com/l46LeORN0E
— GUJJU ROCKZ (@gujju_rockz) August 4, 2023
જોકે આ વૃદ્ધને સામાન્ય ઈજા થયું હોવાથી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તેઓની પૂછ પર જ કરતા તેમણે પોતાનું નામ પ્રભુદાસ કૃણાલકટ અને ઉમર 75 વર્ષ હોવાનું જણાવ્યું હતું. તેમજ તેની પાસે કોચ નંબર S-9 PNR નંબર 8706330895 હેઠળ બર્થ નંબર 49 પર રાજકોટ થી વલસાડ સુધીની ટ્રાવેલ ટિકિટ હોવાનું પણ સામે આવ્યું હતું. પોતાનો જીવ બચાવવા બદલ તેઓએ મહિલા કોન્સ્ટેબલની કામગીરીની ખૂબ પ્રશંસા કરી અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધનો પગ લપસે છે અને તેઓ નીચે પડે છે. આ દ્રશ્યો જોઈને આરપીએફ મહિલા કોન્સ્ટેબલ તરત જ ત્યાં દોડી આવે છે. તેમજ વૃદ્ધને ટ્રેનથી દૂર ખેંચી લઈને તેમનો જીવ બચાવે છે, આ ઘટનાને લઈને થોડીવાર માટે ત્યાં હાજર સૌ કોઈના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે મહિલા કોન્સ્ટેબલની આ બહાદુરી ને સૌએ બિરદાવી દિલથી સલામ કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment