દીકરીના પર્સમાંથી એવી વસ્તુ મળી કે પિતાએ માતાની નજર સામે દીકરીનો જીવ લઈ લીધો, પછી દીકરીના મૃતદેહ પર એસિડ નાખીને કંઈક એવું કર્યું કે… જો હિમ્મત હોય તો જ આગળ વાંચજો…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક રીતે પોતાની 21 વર્ષની દીકરીનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો. આ ઘટનામાં દીકરીની માતાએ પણ પિતાનો સાથ આપ્યો હતો. દીકરીનો જીવ લીધા બાદ આરોપી પિતાએ દીકરીના મૃતદેહને ઠેકાણે લગાડવાનું કામ તેના બે નાના ભાઈઓને આપ્યું હતું. બંને નાના ભાઈઓએ મૃતદેહની એવી હાલત કરી કે સાંભળીને તમારા પણ રુવાટા બેઠા થઈ જશે.

વિગતવાર વાત કરીએ તો બંને ભાઈઓએ મોડી રાત્રે ભત્રીજાના મૃતદેહને ઘરથી એક કિલોમીટર દૂર સુકી કેનાલમાં ફેંકી દીધું હતું. મૃતદેહની ઓળખ ન થાય તે માટે એસિડ નાખીને મૃતદેહને સળગાવ્યું હતું. આ કાળજુ કંપાવી દેનારી ઘટના ઉત્તરપ્રદેશના કૌશામ્બીમાં બની હતી. અહીં રહેતો નરેશ નામનો વ્યક્તિ મજૂરી કામ કરીને પોતાના પરિવારનો ગુજરાન ચલાવતો હતો. નરેશ પોતાની પત્ની શોભા અને એકની એક દીકરી નિશા સાથે રહેતો હતો. દીકરી નિશા ભણવા માગતી હતી એટલા માટે નરેશ દિવસ રાત મહેનત કરીને પૈસા ભેગા કરતો હતો.

દીકરી નિશા બીએના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી હતી. નરેશે વિચાર્યું હતું કે મારી દીકરી ભણી ગણીને પરિવારનું નામ રોશન કરશે અને અમારી બધી સમસ્યાઓ દૂર કરશે. દીકરીનું ભણતર અને પરિવારમાં બધું બરોબર ચાલી રહ્યું હતું. ત્યારે 25 જાન્યુઆરીના રોજ નિશાની માતા શોભાની તેમની દીકરીના પર્સમાંથી પ્રેગ્નન્સી કીટ મળી હતી. જે જોઈને માતા ચોકી ઉઠી હતી. ત્યારબાદ માતાએ નિશાને આ કીટ વિશે પૂછ્યું ત્યારે તેને માતાને ઊંધા ઊંધા જવાબ આપવાનું શરૂ કર્યું હતું.

માતા સામે તે ખોટું બોલીને કોલેજ જતી રહી હતી. ત્યારબાદ માતાએ આ વાત નિશાના પિતાને કરી હતી. ત્યારબાદ નિશા કોલેજેથી ઘરે આવી ત્યારે માતા પિતાએ તેને આ અંગે વાત કરી હતી પરંતુ નિશા કંઈ બોલી ન હતી. પછી માતા પિતા દીકરીને સતત સમજાવતા રહ્યા પરંતુ દીકરી સત્ય બોલવા તૈયાર ન હતી. ત્યારબાદ પિતાને ખૂબ જ ગુસ્સો આવી ગયો અને તેને ગુસ્સામાં દિશા ઉપર પોતાની પત્નીને નજર રાખવાનું કહ્યું હતું.

માતા જ્યારે રાત્રે નિશાની રૂમમાં બેસી હતી ત્યારે તેને નિશાનો ફોન ચેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે માતાએ જોયું કે દીકરી ફોન પર જુદા જુદા ઘણા છોકરાઓ સાથે વાતચીત કરી રહી છે. ત્યારબાદ શોભાબેને આ સમગ્ર ઘટનાની વાત પોતાના પતિને કરી હતી. ત્યારબાદ બંને નક્કી કર્યું કે દીકરીને છેલ્લી વાર આ બાબત પર વાત કરીશું જો સાચું નહીં કહે તો તેનો જીવ લઈ લેશો. 31 જાન્યુઆરીના રોજ જ્યારે દીકરી નિશા ઘરે આવી ત્યારે પિતા ઘરે હાજર હતા.

પિતાએ દીકરીને પાસે બેસવાનું કહ્યું અને દીકરીને બધી વાત પૂછવાનું શરૂ કર્યું. દીકરી એ બધી વાત ના જવાબ આપ્યા, પરંતુ માતા-પિતાને દીકરીની વાતનો સંતોષ ન હતો. જ્યારે દીકરીને તે ગર્ભવતી છે તે અંગે પૂછ્યું ત્યારે દીકરી ખૂબ જ ડરી ગઈ હતી. માતા પિતાએ દીકરીને હોસ્પિટલ જવાનું કહ્યું ત્યારે દીકરી હોસ્પિટલ જવાની ના પાડી હતી અને ઉભી થઈને પોતાના રૂમમાં ચાલી ગઈ હતી. ત્યારબાદ માતા પિતાએ દીકરીનો જીવ લેવાનું કાવતરું રચ્યું હતું. પછી પિતાએ અડધી રાત્રે માતાની નજર સામે દીકરીનું ગળું દબાવી દીધું.

ત્યારબાદ પિતાએ પોતાના બંને ભાઈઓને બોલાવ્યા હતા. બંને ભાઈઓ પોતાની ભત્રીજીને એક કપડામાં વીંટીને બાઈક પર બહારગામ લઈ ગયા હતા. પછી ત્યાં સૌ પ્રથમ નિશાના શરીર ઉપર એસિડ નાખીને તેને સળગાવી દીધું. અને પછી મૃતદેહને કેનાલમાં ફેંકી દીધું હતું. પછી પરિવારના સભ્યોએ દીકરી ગુમ થઈ છે તેવી ખોટી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ત્યાર પછી પોલીસે દીકરીની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન ગત સાત ફેબ્રુઆરીના રોજ ગામના એક યુવકે કેનાલમાં એક પગ જોયો હતો. પછી યુવકે આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરી હતી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પછી કેનાલમાંથી સળગી ગયેલું મૃતદેહ બહાર કાઢ્યું હતું. મૃતદેહના શરીરના માત્ર પગના અને છાતીના ભાગ જ બચ્યા હતા. ત્યારબાદ નિશાની ઓળખ થઇ હતી અને દીકરીનું મૃતદેહ મળ્યા બાદ માતા પિતાએ રડવાનો ઢોંગ કર્યો હતો. પોલીસે દીકરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. પછી પોલીસે દીકરીના પિતાને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બતાવીને પૂછપરછ શરૂ કરી હતી. પોલીસ સ્ટેશનમાં પોલીસે દીકરીના પિતા નરેશને અલગ અલગ સવાલ પૂછ્યા હતા. છેવટે પોલીસ પૂછપરછ દરમિયાન દીકરીના પિતા ભાંગી પડ્યા હતા અને તેમને આખી ઘટનાની જાણ પોલીસને કરી લીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*