ગુજરાત રાજ્યમાં હાલમાં ચારેય બાજુ સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લાના સંતરામપુરના રાણાવાસ વિસ્તારમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં વરસાદમાં એક 5 વર્ષની માસૂમ બાળકી વીજળીના થાંભલા સાથે ચોંટી ગઈ હતી. આ ઘટના બનતા જ ભારે મચી ગઈ હતી.
આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં તમે જોઈ રહ્યા છો કે, એક માસૂમ બાળકી રમતી રમતી એક વીજળીના થાંભલા અડે છે. વીજળીના થાંભલામાં કરંટ હોવાના કારણે બાળકી થાંભલા સાથે ચોંટી જાય છે. આ ઘટના બનતા જ બાળકીના પરિવારના લોકો અને સ્થાનિક લોકો ઘટના સ્થળે ભેગા થઇ ગયા હતા.
ત્યારબાદ તેઓએ લાકડી વડે બાળકીને વીજળીના થાંભલાથી અલગ કરી હતી. આ ઘટનામાં બાળકીનો જીવ બચી ગયો છે. મળતી માહિતી અનુસાર સંતરામપુર નગરના રાણાવાવ વિસ્તારની અંદર રહીશોના ઘરના આંગણે વીજળીના થાંભલાના ખુલ્લા વીજળી વાયરોના કારણે ઘરઆંગણે રમી રહેલી 5 વર્ષની માસૂમ ધ્રિતી સંજય કુમાર નામની બાળકીને કરંટ લાગ્યો હતો.
જેનાથી બાળકીએ બૂમાબૂમ કરી હતી. તેથી આસપાસના લોકો ઘટનાસ્થળે લાકડી લઈને દોડી આવ્યા હતા અને બાળકીને વીજળીના થાંભલાથી લાકડીની મદદથી દૂર કરી હતી. ત્યાર બાદ બાળકીને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલમાં બાળકીની તબિયત સારી છે.
હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો કે ઝરમર ઝરમર વરસાદ આવી રહ્યો છે. આ દરમિયાન એક પાંચ વર્ષની બાળકી વરસાદમાં રમી રહી છે. ત્યારે તે રમતી રમતી વીજળીના થાંભલાને અડે છે.
વરસાદમાં ઘરની બહાર રમી રહેલી, 5 વર્ષની માસૂમ બાળકી વીજળીના થાંભલા સાથે ચોંટી ગઈ, ત્યારબાદ થયું એવું કે – જુઓ ઘટનાનો CCTV ફૂટેજ pic.twitter.com/OCxG8181TW
— GUJJU ROCKZ (@gujju_rockz) June 27, 2022
જેના કારણે બાળકીને કરંટ લાગે છે. બાળકીની બૂમ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઇ જાય છે અને બાળકીને લાકડીની મદદથી વીજળીના થાંભલાથી દૂર કરે છે. આ ઘટના માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment