એક 30 વર્ષના યુવકે હોટેલ રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો યુવકે શા માટે આ પગલું ભર્યું…

Published on: 11:45 am, Mon, 27 June 22

છેલ્લા થોડાક દિવસોથી જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. એક યુવકે પંખા સાથે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મૃત્યુ પામેલા યુવકનું નામ મોહિત હતું અને તેની ઉંમર 30 વર્ષની હતી. તે હરિયાણામાં અંબાલા શહેરના સ્વામી કોલોનીમાં રહેતો હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, લેવડદેવડ અંગે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો આ કારણોસર મોહિતે આ પગલું ભર્યું હશે તેવું સામે આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર 25 જૂનના રોજ મોહિતે એક હોટલમાં 217 નંબરની રૂમ લીધી હતી. રવિવારના રોજ બપોરે 12 વાગે તે ચેકઆઉટ કરવાનો હતો. પરંતુ મોહિત રૂમમાંથી બહાર આવ્યો ન હતો.

ત્યારબાદ હોસ્ટેલના સ્થાપે આ ઘટનાની જાણ પોલીસ ચોકીને કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે મોહિત અને ફોન પર ફોન કર્યા, પરંતુ મોહિત ફોન ઉપાડતો ન હતો. અંતે પોલીસે રૂમનો દરવાજો તોડ્યો ત્યારે અંદરથી મોહિત મૃતદેહ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યું હતું.

મોહિતે પલંગ પર ટેબલ રાખીને ગળાફાંસો ખાઇ લીધો હતો. ત્યારબાદ પોલીસે મોહિત ના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું. પોલીસને ઘટનાસ્થળેથી એક કાગળિયુ મળી આવ્યું હતું. જેમાં મોહિતે તેના પરિવારના સાત સભ્યોના મોબાઈલ નંબર લખ્યા હતા. પોલીસે સમગ્ર રૂમની તપાસ કરી પરંતુ પોલીસને ઘટનાસ્થળેથી સુસાઇડ નોટ મળી આવ્યું નહીં.

ત્યારબાદ પોલીસે આ ઘટનાની જાણ મોહિતના પરિવારજનોને કરી હતી. ઘટનાની જાણ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. જાણવા મળી રહ્યું છે કે, મોહીત ટ્રાવેલિંગ વર્ક કરતો હતો. લેવડદેવડના કારણે કોર્ટમાં ચાર-પાંચ કેસ ચાલતા હતા. જેના કારણે મોહિત માનસિક રીતે ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. 8 જૂનના રોજ મોહિત પોતાના ઘરેથી નીકળી ગયો હતો.

ત્યારબાદ કેટલાય દિવસો સુધી મોહિતનો ફોન બંધ આવતો હતો. મળતી માહિતી અનુસાર 14 જૂનના રોજ મોહિતે તેના ભાઈ સાથે વોટ્સએપ ચેટ કરી હતી. ત્યાર બાદ પરિવારજનોએ મોહિતને ફોન કર્યો પરંતુ તેને ફોન ઉપાડ્યો નહી. પછી મોહિતે પોતાનો ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો