નવા વર્ષમાં કોરોના ચિંતાનો વિષય બન્યો છે.કોરોના ના કેસ સતત કેસ વધી રહ્યાં છે.અમદાવાદ કોરોના ના કેસ નો રાફડો ફાટયો છે.નવા વર્ષમાં પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોના મહામારી માં વ્યસ્ત જોવા મળ્યા હતા ત્યારે તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.હોસ્પિટલ ના અધિકારઓ સાથે કોરોના ની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.ત્યારબાદ નીતિન પટેલે એક બેઠક અધિકારીઓ માટે કરી હતી.
ત્યારબાદ તેઓએ કહ્યું કે,હાલમાં જે કોરોનાના કેસ વધી રહા છે તેને લઈને એક રિવ્યૂ બેઠક યોજી હતી.આ બેઠકમાં હેલ્થ કમિશનર અને હેલ્થ સચિવ પણ હાજર રહ્યાં હતા.કેસ વધતા લોકડાઉન લાગશે તેવા સવાલ પર નાયબ મુખ્યમંત્રી બોલ્યા હતા કે, લોકડાઉન નહીં થાય પણ જરૂર પડશે તો વ્યવસ્થા વધારીશું.
સામાન્ય રીતે તહેવારોની સિઝનમાં લોકો બહાર નીકળતા હોય છે જેને કારણે સંક્રમણ વઘ્યું છે.દિવાળી બાદ સ્કૂલો પણ ચાલુ થશે અને જેમાં ઓડ ઈવન સિસ્ટમ રાખી છે.
હાલમાંપહેલા 9 થી 12 સુધી જ કલાસ ચાલુ કરવાના છે અને એ સ્થિતિ પણ સરકાર નજર રાખી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment