ગુજરાત સરકાર દ્વારા ધોરણ ૧ થી ૮ ની શાળાઓ ખોલવાની વિશે ચર્ચા વિચારણા ચાલી રહી છે. આગામી અઠવાડિયામાં શિક્ષણ સચિવની અધ્યક્ષતા માં એક બેઠક યોજાશે. જેમાં 60 થી ઓછી સંખ્યાવાળી શાળાઓનું જોડાણ કરવા અંગે વિચારણા કરવામાં આવશે.
જો એક કિલોમીટરના અંતરમાં બે શાળાઓ હશે તો તેની પણ યાદી માંગવામાં આવશે. ધોરણ 6 થી 8માં 45 થી ઓછા વિદ્યાર્થીઓ વાળી શાળાઓનું લિસ્ટ મંગાવવામાં આવશે. ઉપરાંત 6 થી 8ની બે શાળા ત્રણ કિલોમીટર સુધીના અંતરમાં હોય તો તેની પણ યાદી મંગાવવામાં આવશે.
આ બેઠકમાં શિક્ષણ વિભાગ છ જિલ્લાઓ ના ઉચ્ચ અધિકારીઓને બોલાવશે. ગુજરાતમાં 4500 થી 5000 શાળાઓનું જોડાણ કરવાની શક્યતા. આ બેઠક ૨28 અને 29 જુને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાશે.
આ ઉપરાંત જે શાળાઓમાં ઓછા વિદ્યાર્થીઓ છે તે શાળાઓ બંધ થવાની શક્યતા. મે મહિનામાં સરકાર ગણિત, વિજ્ઞાન અને ગુજરાતીના કરાર આધારિત શિક્ષકો માટે ભરતીની જાહેરાત કરશે.
ઉપરાંત BRC કો ઓર્ડિનેટર તાલુકા કક્ષાએ કામ કરતા શિક્ષણ શિક્ષણ વિભાગના અધિકારીઓ હોય છે. આ ઉપરાંત છ જિલ્લાના BRC કો-ઓર્ડીનેટર ને શાળાઓની રૂબરૂ મુલાકાત લઈને પ્રેઝન્ટેશન લેવાનું કહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment