પેન્શનરો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, આરોગ્ય પ્રધાને આપ્યું આટલું મોટું નિવેદન.

રાજ્યમાં ચાલી રહેલી કોરોના ની મહામારી સંદભે રાજ્ય સરકાર નું પેન્શન મેળવતા તમામ પેન્શન ધારકો માટે હયાતી નું ખરાઈ પ્રમાણપત્ર ની મુદત વધુ એક મહિના માટે લંબાવવામાં આવી છે.

નીતીનભાઇ પટેલે ઉમેર્યું કે, નાણા વિભાગ ની સ્થાયી જોગવાઈઓ મુજબ રાજ્ય સરકારના તમામ પેન્શનરો ને દર વર્ષે હયાતી ની ખરાઈ મે મહિનાથી શરૂ કરી જુલાઈ મહિના સુધી કરાવવાની હોય છે.

પરંતુ કોરોના મહામારીને ધ્યાને લઇને રાજ્ય સરકાર ના તમામ પેન્શનરો ને માટે હયાતીની ખરાઈ વધુ એક મહિનો એટલે કે ઓગસ્ટ 2021 સુધી લંબાવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

એટલે હવે પેન્શનરો તેમના હયાતી ના ખરાઈ અંગેની પ્રક્રિયા મે 2021 થી ઓગસ્ટ 2021 સુધી કરાવી શકશે તેમ તેમણે ઉમેર્યુ છે. રાત્રી કરફ્યુ ને લઈને રૂપાણી સરકારે મોટો નિર્ણય કર્યો છે.હવેથી 36 શહેરમાં લાગુ રાત્રી કરફ્યુ નો સમય રાત્રે 8 વાગ્યા ને બદલે 9 કલાકે શરૂ થશે અને સવારે 6 કલાકે કરફ્યુ પૂરું થશે.

આ પહેલા રૂપાણી સરકારે 36 શહેર માં કેટલીક છૂટછાટ આપતા તમામ ધંધાઓ સવારે 9 થી બપોરે 3 કલાક સુધી ખુલી રાખવાની છુટ આપી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*