ખેડૂતો માટે એલર્ટ, વાવાઝોડા થી ચોમાસાનો વરસાદ થઈ શકે છે વિલંબ.

108

દક્ષિણ પશ્ચિમ ચોમાસું 21 મે માં રોજ બંગાળ ની ખાડી, અંદમાન અને નિકોબાર માં પહોંચી ચૂક્યું છે. ભારતીય હવામાન વિભાગ નું કહેવું છે કે આ વખતે ચોમાસુ કેરળ સમય પહેલા પહોંચી શકે છે એટલે કે 31 મે ના રોજ હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે.

કે અરબી સમુદ્ર અને બંગાળ ની ખાડીમાં ચક્રવાતી તોફાનો ને કારણે તેના પર અસર થઈ શકે છે. આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગે બંગાળ ની ખાડી માં ખુબ જ તીવ્ર ચક્રવાત તોફાન યાસ અંગે ચેતવણી જારી કરી છે.

ચોમાસુ આવવાના સમયમાં ફેરફાર થશે તો ખેડૂતો માટે મુશ્કેલીઓ વધી શકે છે. ખરીફ પાક ની વાવણી શરૂ થઈ ગઈ છે. જો જૂન મહિનામાં ચોમાસાનો વરસાદ પડે તો તેની સુધી અસર ખરીફ પાકના ઉત્પાદન પર પડશે.

ભારતીય હવામાન વિભાગ નું કહેવું છે કે ચોમાસાના પવન ના વલણમાં ફેરફાર તેની ગતિ ને અસર કરી શકે છે. કેરળમાં ચોમાસુ વહેલું પહોંચવાનો અર્થ એ નથી કે તેની સ્થિતિ અને દિશા આગળ પણ સારી રહેશે.

ચોમાસુ જૂન માં અંત સુધીમાં મધ્ય ભારત માં પહોંચશે.જે સામાન્ય કરતા બે અઠવાડિયું મોડું છે. એવું માનવામાં આવે છે કે આ વખતે દિલ્હીમાં ચોમાસુ 11-16 જુલાઈના રોજ આવી શકે છે. ખેતી માટે પાણી ખૂબ જ મહત્વનું પરિબળ છે અને આશરે 40 ટકા ખેડૂતો હજુ પણ ચોમાસા પર નિર્ભર છે.

ઉત્તર ભારત ના મોટાભાગ માં રાજ્યો કે જે અનાજ નું ઉત્પાદન કરે છે. પંજાબ, યુપી, હરિયાણા, બિહાર વગેરે માં સિંચાઇના અન્ય વિકલ્પો છે જેના કારણે ચોમાસા ના વરસાદ પર ની તેમની નિર્ભરતા ઓછી થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!