સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.
તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા વિડીયો જોયા છે અને તમારા હૃદયને સ્પર્શી જતા હોય છે. હાલમાં એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે અને એપ્રિલ મહિનામાં ભૂક્કા બોલાવતી ગરમી પડી રહી છે. ભારે ગરમીના કારણે લોકો ખૂબ જ કંટાળી ગયા છે. અને ઘણી જગ્યાએ તો તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.
આવી ગરમીમાં લોકો બપોરના સમયે બહાર નીકળતા પહેલા ઘણું વિચારે છે. ઉનાળામાં આપણે ગરમીથી બચવા માટે પંખા કુલર અને એસીનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ઉનાળામાં પ્રાણીઓ અને પશુઓની હાલત શું થાય છે તે આપણે જાણતા જ નથી. ઉનાળામાં ભારે ગરમીના કારણે કેટલાય પશુઓ અને પ્રાણીઓ પોતાના જીવ ગુમાવતા હોય છે.
ત્યારે આ ઉનાળાની ગરમીમાં કબૂતરો માટે આ વ્યક્તિ એક માનવંતાનું કામ કર્યું છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વૃદ્ધ વ્યક્તિ કબૂતરને નવડાવતા જોવા મળી રહ્યા છે. હાલમાં આવ્યો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ ઘરની બહાર ઝાડને છાંયડે આરામથી ખુરશી નાખીને બેઠા છે.
આ વ્યક્તિ ની સામે કાયદામાં કેટલાક કબૂતરો પણ આવીને બેઠા છે. કબૂતર અને ગરમીથી રાહત મળે તે માટે વૃદ્ધ વ્યક્તિ પાઇપ ની મદદથી કબૂતરોને નવડાવી રહ્યા છે. ઉનાળાની ગરમીમાં પાણીથી નાહવાની કબૂતરો મજા માણતા જોવા મળી રહ્યા છે. આ વૃદ્ધ વ્યક્તિ કબૂતરને નવડાવીને તેમને ગરમીથી રાહત આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
पक्षियों को भी इस गर्मी से राहत चाहिए.❤️ pic.twitter.com/ooDieIzZJb
— Awanish Sharan (@AwanishSharan) April 10, 2022
તરસ્યાને પાણી પીવડાવવુંએ પુણ્યનું કામ છે. પરંતુ ભારે ગરમીમાં પક્ષીઓને પાણીથી સ્નાન કરવું એ કોઈ પુણ્યના કામથી ઓછું નથી. આ વિડીયો ટ્વિટરમાં IAS ઓફિસર Awanish Sharan પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શૅર કર્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં એક લાખથી પણ વધારે લોકોએ જોયો છે. ઉપરાંત 10 લાખથી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment