સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક મોટી ઉંમરના વ્યક્તિને ખાનગી બસ અડફેટેમાં લીધા, વ્યક્તિનું ઘટનાસ્થળે મૃત્યુ…

રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી જાય છે. ત્યારે મળતી માહિતી મુજબ સુરત કાપોદ્રા પોલીસ સ્ટેશન અને પેટ્રોલ પંપ વચ્ચે સવારે સાડા સાત વાગ્યાની આસપાસ એક અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ સવારના સમયે બાબુભાઈ નાનજીભાઈ નામના 54 વર્ષના એક વ્યક્તિ પોતાની મોપેડ ગાડી લઈને પોતાના વ્યવસાય પર જઈ રહ્યા હતા.

ત્યારે કાપોદ્રા પોલીસ સ્ટેશન અને પેટ્રોલ પંપ ની વચ્ચે રોડ પર ક્રિષ્ના ટ્રાવેલર્સ અને સાઈ દર્શન લખેલી એક ખાનગી બસ એ બાબુભાઈને અડફેટેમાં લીધા હતા. અકસ્માતમાં બાબુભાઈ નું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

સવારના સમયે અકસ્માત થયું તે માટે ઘટનાસ્થળે રત્ન કલાકારો નું ટોળું વળી ગયું હતું. અકસ્માત બાદ બસનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી રફુચક્કર થઇ ગયો હતો. અકસ્માતની જાણ સ્થાનિક લોકોએ કાપોદ્રા પોલીસને કરી હતી.

અકસ્માતની જાણ કાપોદ્રા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સાથે જ મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોને તેમના મૃત્યુની જાણ કરી હતી.

ત્યાર બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. આ ઉપરાંત પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસ અનુસાર જાણવા મળ્યું કે મૃત્યુ પામેલા બાબુભાઈ નાનજીભાઈ ખોલવડ-લસકાણા ખાતે આવેલા ઓપેરાની બાજુમાં ઓરેન્જ સ્કાઈમાં D 202 માં રહેતા હતા. બાબુભાઈને GJ 33 T 8000 નંબરની ખાનગી બસ એ અડફેટેમાં લીધા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*