વડાલી પાસે એક ઈકો કાર ચાલકે પગપાળા જઈ રહેલા જૈન સાધ્વી અને શ્રાવિકાને પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી, બંનેના કરૂણ મૃત્યુ…

ગુજરાતમાં બનેલી વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સુરત શહેરમાં રવિવારના રોજ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ ઘટનામાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ હિટ એન્ડ રનની ઘટના વડાલી પાસે બની હતી. આ ઘટનામાં એક જૈન સાધ્વી અને શ્રાવિકાએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

મળતી માહિતી અનુસાર સોમવારના રોજ ઇડર વડાલી રોડ પર જેતપુર નજીક રાત્રે નવ વાગ્યાની આસપાસ વિહરમાન નીકળેલ 27 વર્ષીય જૈન સાધ્વી અને શ્રાવિકાને પુરપાટ ઝડપે જતા એક ઇકો કાર ચાલકે પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

આ કારણોસર બંનેના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ ઇકો કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઉપરાંત ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

આ અકસ્માતની ઘટનામાં 27 વર્ષીય વિશુદ્ધિ માલાશ્રીજી મહારાજ સાહેબ અને 20 વર્ષીય શ્રાવિકા દિયાબેન સચીનકુમાર દોશીને ઈકો કારે જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં બંનેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ બંનેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ત્યાં હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બનતા જ જૈન સમાજમાં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ઇકો કાર ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર પૂજ્ય સાધ્વીજી વિશુદ્ધિ માલાશ્રીજી મહારાજ સાહેબના પાર્થિવ દેહને વડાલીના વટપલ્લી તીર્થ ખાતે દર્શનાર્થે રાખ્યો હતો. ત્યારે ત્યાં સમાજના મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવ્યા હતા. હાલમાં આ ઘટનાને લઇને ચારેબાજુ માતમ છવાઇ ગયો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*