રાજ્યમાં આ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ – જાણો જુદી-જુદી APMCના મગફળીના ભાવ…

Published on: 11:02 am, Wed, 11 May 22

ગુજરાતમાં આ વર્ષે ખેડૂતોને કપાસ હોય કે મગફળી તમામના ભાવ માર્કેટયાર્ડમાં ખૂબ જ સારા મળી રહ્યા છે. ગયા વર્ષે આવેલા વાવાઝોડાના કારણે ખેડૂતોનો મોટાભાગનો પાક નુકસાનીમાં ચાલ્યો ગયો હતો. પરંતુ માર્કેટયાર્ડમાં પાકનો ભાવ સારો મળતાં ખેડૂતોની થોડીક રાહત મળી છે.

ત્યારે રાજકોટ APMCમાં મગફળીનો ભાવ મહત્તમ સપાટીએ પહોંચ્યો છે. નીચે આપેલા ભાવ ક્વિન્ટલમાં આપવામાં આવ્યા છે. રાજકોટ APMCમાં મગફળીનો મહત્તમ ભાવ 6655 રૂપિયા, મગફળીનો સરેરાશ ભાવ 6515 રૂપિયા અને મગફળીનો ન્યૂનતમ ભાવ 5525 રૂપિયા નોંધાયો છે.

અમરેલી APMCમાં મગફળીનો મહત્તમ ભાવ 6650 રૂપિયા, મગફળીનો સરેરાશ ભાવ 6495 રૂપિયા અને મગફળીનો ન્યૂનતમ ભાવ 4500 રૂપિયા નોંધાયો છે. અમરેલી બાબરા APMCમાં મગફળીનો મહત્તમ ભાવ 6425 રૂપિયા, મગફળીનો સરેરાશ ભાવ 5975 રૂપિયા અને મગફળીનો ન્યૂનતમ ભાવ 5525 રૂપિયા નોંધાયો છે.

સુરેન્દ્રનગર હળવદ APMCમાં મગફળીનો મહત્તમ ભાવ 6065 રૂપિયા, મગફળીનો સરેરાશ ભાવ 5750 રૂપિયા અને મગફળીનો ન્યૂનતમ ભાવ 5005 રૂપિયા નોંધાયો છે. જુનાગઢ વિસાવદર APMCમાં મગફળીનો મહત્તમ ભાવ 6355 રૂપિયા, મગફળીનો સરેરાશ ભાવ 5560 રૂપિયા અને મગફળીનો ન્યૂનતમ ભાવ 4765 રૂપિયા નોંધાયો છે.

રાજકોટ જસદણ APMCમાં મગફળીનો મહત્તમ ભાવ 6550 રૂપિયા, મગફળીનો સરેરાશ ભાવ 6350 રૂપિયા અને મગફળીનો ન્યૂનતમ ભાવ 6000 રૂપિયા નોંધાયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!