રાજકોટ જિલ્લાના વિરપુરમાં બિરાજમાન એવા જલારામ બાપાને આપણે સૌ જાણીએ જ છીએ ત્યારે હાલ વીરપુરમાં એક દુઃખદ ઘટના બની છે કે જ્યાં સમગ્ર વીરપુરમાં શોકનું મોજુ ફરી વળ્યું. વીરપુર એવા જલારામબાપાના ધામ વિશે આપણે સૌ જાણીએ છીએ કે જ્યાં એક પણ રૂપિયો લેવામાં આવતો નથી અને અન્નક્ષેત્ર પણ ચાલુ જ રહે છે અને ત્યાં આવનાર કોઇ પણ વ્યક્તિ ભૂખ્યો પાછો આવતો નથી.
જલારામબાપા વીરપુર ધામ એ બિરાજમાન છે ત્યારે જલારામ બાપાના પરિવારના પૂજ્ય રસિકબાપાના ધર્મ પત્નીનું આજ રોજ નિધન થયું છે, ત્યારે સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જેમાં વાત કરીએ તો ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપા અને પૂજ્ય ભરતભાઈ ચંદ્રાણીના કાકીમાનુ નિધન થતા સમગ્ર પરિવાર શોકમાં ફરી વળ્યું છે.
જેમની અંતિમયાત્રા સવારે 9 કલાકે નીકળી હતી અને વીરપુર ગામમાં આવેલી તમામ દુકાનો વેપારીઓએ આજરોજ બંધ રાખીને શોક વ્યક્ત કર્યો અને જલારામ બાપાના દર્શને અન્નક્ષેત્ર ભાવિકો માટે ખુલ્લું રાખવામાં આવ્યું. આ દુઃખદ અવસાનને લીધે ગ્રામજનો અને જલારામ બાપાના પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે,.
અને સૌ લોકો તેમની અંતિમયાત્રામાં જોડાયા હતા. તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી નિકળી હતી અને સમગ્ર ગામના લોકો આ અંતિમ યાત્રામાં જોડાઈ ને સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી અને સમગ્ર વીરપુરમાં વેપારીઓ દ્વારા ધંધો રોજગાર બંધ રાખી શોક વ્યક્ત કર્યો.
આવા દુઃખદ અવસાનથી લઈને શોકમય માહોલ સર્જાયો હતો. ત્યારે વાત કરીએ તો પૂજ્ય જલારામ બાપાના વૈકુંઠ હેમલતાબેનની અંતિમયાત્રા વીરપુર ના રાજમાર્ગમાંથી થઈને પુજ્ય જલારામ બાપાના મંદિરે થી મુક્તિ ધામ ખાતે પહોંચી હતી.
આ અંતિમયાત્રામાં પુજ્ય જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રામબાપાના સહિતના પરિવારજનો પણ જોડાયા હતા. ત્યારે વાત કરીએ તો આવા દુઃખદ અવસાનથી સમગ્ર પંથક શોકમય બની ગયો હતો અને સૌ કોઈ લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment