પરિવારમાં લગ્ન પહેલાં જ શોકનું વાતાવરણ : બે ભાઈઓ સાથે લગ્નની કંકોત્રી વેચીને ઘરે પરત ફરી રહેલા એક યુવકનું અકસ્માતમાં કરૂણ મૃત્યુ…

હાલમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટના વધી રહી છે. ત્યારે બાડમેર જિલ્લામાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર યુવક તેના બે ભાઈઓ સાથે લગ્નની કંકોત્રી વેચીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને અકસ્માત નડયો હતો.

મળતી માહિતી અનુસાર જ્યારે યુવક પોતાના બે ભાઈઓ સાથે પરત ફરી રહ્યો હતો. ત્યારે અચાનક જ તેમની કારની ટક્કર ટ્રક સાથે થઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થઈ ગયું હતું.

આ અકસ્માતમાં મૃત્યુ થયેલા યુવકના સાળા અને તેના પિતરાઈ ભાઈને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઉપરાંત ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો યુવક કાર ચલાવી રહ્યો હતો. ત્યારે આ અકસ્માત ની ઘટના બની હતી. સૂત્રો અનુસાર મળતી માહિતી અનુસાર પુરપાટ ઝડપે આવતા ટ્રકે કારને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

અકસ્માતની જાણ પરિવારજનોને થતાં પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા. પરિવારના દરેક લોકો મૃત્યુ થયેલા દીકરાને જોઈને રડી પડ્યા હતા. આ ઘટના બનતા જ પરિવારમાં લગ્નની ખુશીની પહેલા જ શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*