ગુજરાત રાજ્યમાં સતત કોરોનાવાયરસ નું સંક્રમણ વધી રહ્યું છે. સતત કોરોના ના કેસો વધવાની સાથે મોતના આંકડા પણ ભયંકર બન્યા છે જયારે રાજ્યમાં કોરોના સંક્રમણ નેતાઓમાં પણ વધ્યો છે. તેના લીધે અનેક નેતાઓનું કોરોના લીધે મોત પણ નિપજ્યું છે.
આ બાબતમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ ના ઘરથી દુઃખ દાયક સમાચાર સામે આવી રહ્યા છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ નાના ભાઈનું કોરોના સંક્રમણ ના કારણે નિધન થયું છે.
શંકરસિંહ ના નાનાભાઈ કનુસિંહ વાઘેલા નું કોરોના સારવાર દરમિયાન નિધન થયું છે જેના લીધે શંકરસિંહ વાઘેલા ના ઘરે શોક નું વાતાવરણ સર્જાયું છે.
રાજ્યમાં જે રીતે પુણા વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે તે જ રીતે મૃત્યુના આંકડાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. કોરોના ના કારણે રાજ્યમાં લોકો પોતાના સ્વજનો ગુમાવી રહ્યા છે.
અને સરકાર પણ કોરોના ને લઈને માર્ગદર્શિકામાં પાલન કરવા માટે અનેક વખત વિનંતી કરી રહી છે.ગુજરાત રાજ્યમાં કોરોના ની પરિસ્થિતિ ની વાત કરવામાં આવે.
તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 91 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 5267 લોકોના મોત કોરોના ના કારણે થયા છે. ગઇકાલ કરતાં આજ રોજ કોરોના કેસ માં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે.
તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 304 લોકો વેન્ટીલેટર પર છે અને એક્ટિવ કેસનો આંકડો 55,398 પર પહોચ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment