સુરતમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં ગુસ્સામાં ભરાયેલા પતિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો, ત્યાર પછી પતિ એવું નાટક કર્યું કે… પોલીસ પણ ગોથા ખાઈ ગઈ..!

સુરત શહેરમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. સુરત શહેરમાં રાંદેર વિસ્તારમાં એક જીવ લેવાની ઘટના બની છે. રાંદેલની નવયુગ કોલેજ પાસે આવેલી બોમ્બે કલાનીમાં રહેતો પ્રકાશ વસાવા અને તેની પત્ની ઉષા વસાવા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ત્યારે ગત તેર સપ્ટેમ્બર ના રોજ બંને પતિ-પત્ની વચ્ચે ભારે બોલા ચાલી થઈ ગઈ હતી.

આ દરમિયાન બોલા ચાલી એટલી વધી ગઈ કે ઉશ્કેરા આવેલા પતિએ પોતાની પત્ની ઉષાનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો. આ ઘટનાની માહિતી મળતા રાંદેલ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પતિ પ્રકાશ વસાવા એ આવેશમાં આવીને પોતાની પત્નીનો જીવ લઈ લીધો. ત્યારબાદ થોડાક સમય પછી તે શાંત પડ્યો ત્યારે તેને ખબર પડી કે તેને ખૂબ જ મોટી ભૂલ કરી દીધી છે. ત્યાર પછી પ્રકાશે ઘટના સ્થળે પહોંચેલી પોલીસને પોતાની પત્નીએ ગળાફાંસો ખાધો છે તેવું કીધું હતું.

ત્યારબાદ પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃત્યુ પામેલી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે મહિલાનું ગળું દબાવીને જીવ લેવામાં આવ્યો છે.

સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે મૃત્યુ પામેલી મહિલાના પતિની ધરપકડ કરીને તેની કડક પૂછપરછ કરી હતી. ત્યારે પતિએ જણાવ્યું કે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને તેને આવેશમાં આવીને પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો.

ત્યારબાદ સમગ્ર ઘટનાને લઈને રાંદેલ પોલીસે પતિ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પતિ પત્ની વચ્ચે ઝઘડો કયા કારણોસર થયો હતો. તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. મહિલાના મૃત્યુના કારણે તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*