દેશમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વધુ એક સુસાઇડની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક એરફોર્સના જવાને ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂકાવ્યો છે. એક દિવસ પહેલા જ તે રજા લઈને ઘરે આવ્યો હતો. તેને પોતાનો જીવ દુકાવ્યો તે પહેલા 50 રૂપિયાના સ્ટેમ્પ પર એક સુસાઇડ નોટ પણ લખી હતી. આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો છે.
મૃત્યુ પામેલો એરફોર્સનો જવાન જમ્મુમાં તૈનાત હતો. આ સમગ્ર ઘટના રાજસ્થાનમાં બની છે. મળતી માહિતી પ્રમાણે, સિરોહીના કલંદરી શહેરના બૈજનાથ કોલોની માં રહેતા 30 વર્ષીય નિર્મલ કુમારે 2011માં એરફોર્સ જોઈન્ટ કર્યું હતું. હાલમાં તેઓની પોસ્ટિંગ જમ્મુમાં હતી. 2 ઓક્ટોબરના રોજ તેઓ રજા લઈને પોતાના ઘરે આવ્યા હતા.
સોમવારના રોજ સવારે લગભગ 11:00 વાગ્યાની આસપાસ નિર્મલ કુમારે ગળાફાંસો ખાઈ લીધો હતો. જ્યારે નિર્મલ કુમારની માતા રૂમમાં આવે છે, ત્યારે તેમને પોતાના દીકરાને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો. દીકરાને આ હાલતમાં જોઈને માતાએ બુમાબુમ કરી હતી. માતાનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ નિર્મલ કુમારને નીચે ઉતારીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
જ્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ પોતાના કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ સમગ્ર ઘટનાને લઈને સોમવારના રોજ રાત્રે જ્યારે 11 વાગ્યાની આસપાસ નિર્મલનો ભાઈ અમદાવાદથી આવ્યો ત્યારે પોલીસે ફરિયાદ નોંધ હતી. ત્યારબાદ પોલીસે આ ઘટનાની જાણ જમ્મુ એરફોર્સના અધિકારીઓને કરી હતી.
નિર્મલ કુમારે 50 રૂપિયાના સ્ટેમ્પ પર સુસાઇડ નોટ લખી હતી. તેમાં તેને લખ્યું હતું કે, એરફોર્સ એક સન્માન જનક નોકરી છે, જેના કારણે હું ખૂબ જ ખુશ છું. મેં સુસાઇડ કરવા માટે એક દિવસની રજા લીધી અને ઘરે આવ્યો. મારા અધિકારીઓને આ વાત જણાવી દેજો કે મને સાપ કરડ્યો હતો. મારા સાસરિયાવાળાઓને ઘરે બોલાવશો નહીં. મારા ખાતામાં ઘણા બધા પૈસા છે.
જ્યારે પણ જરૂર હોય ત્યારે બહાર કાઢી લેજો. સુસાઇડ નોટની સાથે એક ડાયરી પણ મળી આવી હતી. રિપોર્ટ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે, નિર્મલની પત્ની અને સાસરીયાઓ તેને ખૂબ જ માનસિક ત્રાસ આપતા હતા. જેના કારણે નિર્મલે આ પગલું ભર્યું હોય તેવી શક્યતાઓ છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment