રાજકોટમાં કલેકટર ઓફિસમાં નોકરી કરતા આહિર યુવાને ગળાફાંસો ખાઈ લીધો, સુસાઇડ કરતા પહેલા મિત્રને મેસેજ કર્યો હતો કે ”તું મારા ઘરે…આહિર પરિવારમાં માતમ છવાઈ ગયો..!

રાજકોટ શહેરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે રાજકોટ જિલ્લાના કોઠારીયા ગામમાં આવેલી ગદાધાર રેસીડેન્સીમાં રહેતા દીપક જગમલભાઈ જળુ નામના 33 વર્ષીય આહીર યુવાને પોતાના ઘરે સવારના સમયે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો.

આ ઘટનાની જાણ થતા આજીડેમ પોલીસની ટીમ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી 108 ઈએમટીએ દીપકભાઈને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ પોલીસે યોગ્ય કાર્યવાહી કર્યા બાદ દીપકભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યું હતું.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, દીપકભાઈ બે ભાઈઓમાં નાના છે. દીપકભાઈ ને સંતાનમાં એક દીકરો છે. મળતી માહિતી અનુસાર દીપકભાઈ ના બે વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા હોવાની જાણકારી મળી રહે છે. હાલમાં દીપકભાઈ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સર્વિસ ફોર્સમાં નોકરી કરતા હતા.

તેમની ફરજ રાજકોટની કલેકટર ઓફિસમાં હતી. દીપકભાઈના માતા પિતા કેશોદ પથકમાં રહે છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે લગભગ અઠવાડિયા પહેલા કલેક્ટર ઓફિસમાં કામ કરતાં એક અધિકારી સાથે દીપકભાઈની માથાકૂટ થઈ હતી. તે અધિકારીએ દિપકભાઈની બદલી કરાવવી નાખવાની ધમકી આપી હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.

દીપકભાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું તે પહેલા પોતાના મિત્ર કૌશિક ગોહેલને એક મેસેજ કર્યો હતો. દીપકભાઈ પોતાના મિત્રને મેસેજ કર્યો હતો કે “તું ઘરે આવ” ત્યારબાદ કૌશિકભાઈ સવારે દીપકભાઈ ના ઘરે જાય છે. ત્યારે તેમને લટકતી હાલતમાં દીપકભાઈનું મૃતદેહ જોયું હતું. ત્યારબાદ તેમને આ ઘટનાની જાણ આજીડેમ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

દીપકભાઈ કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. દીપકભાઈના મૃત્યુના કારણે એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. રાજકોટમાં ગઈકાલે વધુ એક જીવ ટુકાવાની ઘટના બની હતી. આ ઘટનામાં અમીન માર્ગ પર આવેલ પંચવટી સોસાયટી 10માં રહેતા 65 વર્ષીય કાંતિભાઈ મોહનભાઈ સંતાણી નામના વ્યક્તિએ પોતાના રૂમમાં બારીની ગ્રીલ સાથે ચૂંટણી બાંધીને ગળાફાંસો ખાધો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*