ગુજરાત રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ લોકોએ આ અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે ભુજના માધાપુર પાસેની અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર માધાપુર પાસે ટ્રક પાછળ બસની ટક્કર હતા સર્જાયો ગંભીર અકસ્માત.
મળતી માહિતી અનુસાર આજરોજ સવારે સાત વાગ્યાની આસપાસ ભુજથી માધાપુર જતી પટેલ ટ્રાવેલ્સની બસ રાની લક્ષ્મીબાઈ ની પ્રતિમા વાળા સર્કલ પાસે એક ટ્રકની પાછળ અથડાઈ હતી.
મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં બસના આગળના ભાગને નુકસાન પહોંચ્યું હતું અને કાચ તૂટી ગયો હતો. બસમાં કોઈપણ પેસેન્જર ન હોવાના કારણે કોઈને નાની-મોટી ઇજા પહોંચી નથી બસ ડ્રાઈવરને સામાન્ય ઇજા પહોંચી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના આજરોજ સાત વાગ્યાની આસપાસ બની હતી.
અકસ્માત સર્જાતા આસપાસ મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર રાની લક્ષ્મીબાઈ ની જન્મ જયંતી ના દીવસે માધાપર પાસે આ અકસ્માતની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર આગળ જઈ રહેલી ટ્રક સ્પીડ બ્રેકર આવતા અચાનક જ બ્રેક મારી હતી.
જેના કારણે ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો અને બસને ટ્રકની પાછળ ઘૂસી આવી દીધી હતી. તેના કારણે બસના આગળના ભાગમાં નુકસાન પહોંચ્યું હતું અને ડ્રાઈવરને નાની-મોટી ઇજા પહોંચી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment