હાલમાં બનેલી એક દર્દના ઘટના સામે આવી છે. આ ઘટનામાં 8 વર્ષના બાળકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર 8 વર્ષના બાળકને કુલરના કારણે જોરદાર વીજળી કરંટ લાગ્યો હતો. તેના કારણે તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના ભોપાલમાં બની હતી. મળતી માહિતી અનુસાર નહાયા પછી બાળક ભીના હાથે કુલરને અડે છે.
આ દરમિયાન તેને જોરદાર કરંટ લાગ્યો હતો. માસુમ બાળક દોઢ મિનિટ સુધી કુલર સાથે ચોંટી ગયો હતો. ત્યારબાદ બાળકના પિતાએ પોતાના નાના ભાઈના મદદથી કુલરની સ્વીચ બંધ કરી દીધી હતી. બાળકે પોતાના અંતિમ શબ્દમાં એવું જ કહ્યું કે પપ્પા…પપ્પા…, ત્યારબાદ પરિવારના લોકો બાળકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
પરંતુ તેને સારવાર મળે તે પહેલાં તો તેનું મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા બાળકનું નામ ઉજેર મિયાં હતું. તે મહાત્મા ગાંધી સ્કૂલમાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતો હતો. સોમવારના રોજ બપોરે 03:00 વાગ્યાની આસપાસ બાળકની માતા ઘરમાં સૂતી હતી, આ દરમિયાન બાળક બાથરૂમમાંથી નાહીને બહાર આવે છે.
ત્યારે બાળક ભીના હાથે કુલર ને અડે છે. આ દરમિયાન તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. થોડીક વાર બાદ બાળકના પિતા ત્યાં આવે છે ત્યારે તે દીકરાને કુલર સાથે ચોટેલો જોવે છે. જેથી તેના પિતાની ચીસો નીકળી જાય છે. અવાજ સાંભળીને બાળકના કાકા પણ ત્યાં પહોંચી આવ્યા હતા.
ત્યારબાદ તેઓ તરત જ પ્લગમાંથી કુલર નો વાયર ખેંચી લે છે. ત્યારબાદ બાળક બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બનતા જ બાળકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment