ધાબા ઉપર રમતા રમતા 8 વર્ષના બાળકનું રિબાઈ રિબાઈને થયું કરુણ મોત, દીકરા સાથે કંઈક એવું બન્યું કે… માતા-પિતાએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય…

હાલમાં બનેલી એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ ઘટનામાં ધાબા ઉપર રમતા રમતા માસુમ બાળકને એવું દર્દનાક મોત મળ્યું કે માતા પિતાએ તો સપનામાં પણ નહીં વિચાર્યું હોય. દીકરાનું મૃત્યુ થતા જ માતા પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. આ ચોકાવનારી ઘટના હરિયાણાના અંબાલા માંથી સામે આવી રહી છે. આ ઘટનામાં ધાબા ઉપર રમતી વખતે 8 વર્ષના બાળકનું મોઢું એક દોરડામાં ફસાઈ જવાના કારણે મૃત્યુ થયું છે.

શુક્રવારના રોજ સાંજે બાળક જ્યારે ઘરના ધાબા ઉપર રમી રહ્યો હતો, ત્યારે તેની સાથે આ ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર પરિવારના સભ્યો જ્યારે ધાબા ઉપર જોવા ગયા કે બાળક શું કરી રહ્યો છે. ત્યારે ધાબા ઉપરથી બાળક બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. ત્યારબાદ સગા સંબંધીઓ તાત્કાલિક બાળકને અંબાલા સીટી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા.

અહીં હાજર તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ હોસ્પિટલ પહોંચી આવી હતી અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. મૃત્યુ પામેલા બાળકનું નામ વંશ હતું અને તેની ઉંમર માત્ર આઠ વર્ષની હતી. શુક્રવારના રોજ વંશ સાંજના સમયે ધાબા ઉપર રમવા માટે ગયો હતો.

ધાબા ઉપર રમતા રમતા અચાનક જ વંશના ગળામાં દોડો ફસાઈ ગયું હતું. આ દોરડુ ધાબા ઉપર આવેલા એક મોટા દરવાજા સાથે જોડાયેલું હતું. જેના કારણે વંશનું ગળું દબાઈ ગયું હતું અને તેનું મૃત્યુ થઈ ગયું હતું. મળતી માહિતી અનુસાર વંશ ઘરના પહેલા માળે રૂમમાં દોરડા વડે રમી રહ્યો હતો. આ દરમિયાન તેની સાથે તેની બહેન પણ રમી રહી હતી.

થોડીક વાર બાદ બેહને રમતા રમતા નીચે ચાલી ગઈ હતી. ત્યારે વંશ એકલો રૂમમાં દોરડા વડે રમી રહ્યો હતો. શેરડી સાથે જોડાયેલો દરવાજો બંધ ન થાય તે માટે આ દોરડું ત્યાં બાંધવામાં આવ્યું હતું. રમતી વખતે વંશના ગળામાં દોરડું ફસાઈ ગયું હતું. થોડીક વાર બાદ વંશલી નાની બહેન ઉપર આવી ત્યારે તેને વંશને બેભાન અવસ્થામાં જોયો હતો.

ત્યારબાદ નાની બહેને બૂમાબૂમ કરી હતી. પછી તો પરિવારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વંશને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો ઘણું બધું મોડું થઈ ગયું હતું હોસ્પિટલમાં હાજર ડોક્ટરે વંશને મૃત જાહેર કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*