સુરત શહેરના આંગણે અનોખા લગ્ન..! આ બે પાટીદાર પરિવારે લગ્નમાં ચાંદલાના ટેબલની જગ્યાએ એવી વસ્તુ મૂકી કે… આજે ચારેય બાજુ પરિવારની થઈ રહી છે વાહ વાહ…

Published on: 7:22 pm, Sat, 11 February 23

મિત્રો હાલમાં ગુજરાત રાજ્યમાં ચારેય બાજુ લગ્નની ચાલી રહી છે. ખાસ કરીને છેલ્લા થોડાક સમયથી પરિવારના સભ્યો પોતાના દીકરા અને દીકરીના લગ્ન યાદગાર બનાવવા માટે કંઈકને કંઈક અલગ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે સુરત શહેરના મોટા વરાછા ખાતે રહેતા ધામેલીયા પરિવાર અને વાઘાણી પરિવાર દ્વારા પોતાના દીકરા દીકરીના લગ્ન પ્રસંગે સેવાયજ્ઞ તરીકે ઉજવવાનું આયોજન કર્યું છે.

બંને પરિવારોએ મળીને લગ્નમાં ચાંદલાનું ટેબલ મુકવાની જગ્યાએ એવી વસ્તુ મૂકી કે સાંભળીને તમે પણ બંને પરિવારની વાહ વાહ કરશો. મિત્રો ધામેલીયા પરિવાર અને વાઘાણી પરિવાર દ્વારા દીકરા દીકરીના લગ્નના જમણવાર પ્રસંગે જે ચાંદલો કે ભેટ આવે તે પોતે રાખવાની જગ્યાએ ગૌશાળાને આપવાનું નક્કી કર્યું હતું. એટલા માટે બંને પરિવારજનો એ ચાંદલા માટે ટેબલ રાખવાને બદલે ગૌ સેવા માટેનો સ્ટોર રાખ્યો હતો.

જેથી ચાંદલા સ્વરૂપે જે પણ રૂપિયા આવે તે સીધા ગાય માતાની સેવા માટે જાય. ઉકાભાઇ વાઘાણીએ વાત કરતાં જણાવ્યું કે, રાધિકાના લગ્ન મીત સાથે અને ધવલના લગ્ન શ્રદ્ધા સાથે આજરોજ યોજાવાના છે. ત્યારે અમારા ધામેલીયા અને વાઘાણી પરિવાર લગ્નમાં કોઈ પણ પ્રકારનો ચાંદલો કે ભેટ સ્વીકારવા માટે રાજી ન હતા.

પરંતુ પરિવાર વર્ષોથી ગૌશાળા સાથે જોડાયેલું હતું એટલે ગાયો માટે પરિવારના સભ્યોને એક સેવાનું કામ કરવાનો વિચાર આવ્યો હતો. પરિવારને વિચાર આવ્યો કે લગ્ન પ્રસંગ પર ચાંદલો કે ભેટ નથી લેવી, પરંતુ લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનો પરિવારને જે કંઈ હેડ કે ચાંદલો આપવા ઈચ્છતા હોય તે સીધી ગૌશાળામાં જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

જ્યારે ધામેલીયા પરિવારના સભ્ય કાળુભાઈ ધામેલીયા વાતચીત કરતા જણાવ્યું કે, લગ્નમાં ચાંદલાની એક પ્રથા વર્ષોથી ચાલી આવી છે. આ પ્રથા ખૂબ જ સરસ છે. કારણ કે જે સભ્યના ઘરે પ્રસંગ હોય તેને આ ચાંદલા થી થોડોક ટેકો મળી શકે છે. પરંતુ અમે આ પ્રથામાં આ વખતે થોડોક બદલાવ લાવ્યા છીએ. દીકરીના લગ્નમાં ગાયોને દાન થાય તે ખૂબ જ મહત્વનું છે.

ત્યારે ગૌશાળામાં રહેલી ગાયો માટે અમે કંઈક વિચાર કરીને આ અનોખો ઉપાય શોધી કાઢ્યો છે. ગાયો માટે કંઈ થઈ શકે તે અમારો પહેલો હેતુ છે. અને અમારા પરિવારના બધા સંબંધીઓ પણ આ વાતથી ખૂબ જ ખુશ છે. મિત્રો બંને પરિવારના સભ્યોના આ અનોખા ઉપાય વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં તમારું મંતવ્ય જરૂર આપજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરત શહેરના આંગણે અનોખા લગ્ન..! આ બે પાટીદાર પરિવારે લગ્નમાં ચાંદલાના ટેબલની જગ્યાએ એવી વસ્તુ મૂકી કે… આજે ચારેય બાજુ પરિવારની થઈ રહી છે વાહ વાહ…"

Leave a comment

Your email address will not be published.


*