8 વર્ષનો ભાઈ પોતાના 2 વર્ષના ભાઈના મૃતદેહ ખોળામાં લઈને બેઠો છે – વીડિયો જોઈને તમારું પણ કાળજુ કાંપી ઉઠશે..

મિત્રો આજે આપણે એવી ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે જાણીને તમારું પણ કાળજુ કાંપી ઉઠશે. મધ્યપ્રદેશના મુરેનામાં એક 8 વર્ષનો માસુમ બાળક પોતાના 2 વર્ષના ભાઈના મૃતદેહને ખોળામાં લઈને બેઠો હતો. બાળકના મૃતદેપર સફેદ કપડું ઢાંકેલું હતું. દોઢ કલાક સુધી મોટો ભાઈ પોતાના નાના ભાઈના મૃતદેહને ખોળામાં લઈને બેઠો. આ દ્રશ્યો જોઈને તમારું પણ કાળજુ કાંપી છે.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, લગભગ બે-ત્રણ દિવસ પહેલા પૂજારામ જાટવા નામના વ્યક્તિના બે વર્ષના દીકરા રાજાની તબિયત લથડી હતી. તેથી તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. બાળકની તબિયત વધુ બગડવાના કારણે ડોક્ટરે તેને જિલ્લાની હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પુજારામની સાથે તેનો 8 વર્ષનો દીકરો ગુલશન પણ હોસ્પિટલમાં હતો.

અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન 2 વર્ષના રાજાનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. રાજાના મૃત્યુ બાદ તેના મૃતદેહને ઘરે લઈ જવા માટે એમ્બ્યુલન્સ મળી ન હતી. મૃતદેહને એમ્બ્યુલન્સમાં ઘરે લઈ જવા માટે દોઢ હજાર રૂપિયાની જરૂર હતી. પરંતુ મૃતક રાજાના પિતા પૂજારામ પાસે આટલા રૂપિયા ન હતા. તેથી પુજારામે ખાનગી અને સરકારી એમ્બ્યુલન્સની મદદ માગી હતી.

તેમને ઘણી આજીજી કરી પરંતુ કોઈએ તેમની મદદ કરી નહીં. ત્યારબાદ પુજારામ સસ્તા ભાડા વાળી એમ્બ્યુલન્સ શોધવા માટે નીકળી ગયા હતા. પુજારામે પોતાના મૃતક દિકરા રાજાનું મૃતદેહ 8 વર્ષના ગુલશનને આપીને ગયા હતા. 8 વર્ષનો બાળક ગુલશન પોતાના નાનાભાઈના મૃતદેહને ખોળામાં લઈને રોડ પર બેઠો હતો.

મળતી માહિતી અનુસાર મૃતક બાળકના પિતા પુજારામે જ્યારે હોસ્પિટલના તબીબો અને સ્ટાફને મૃતદેહને ગામડે લઈ જવા માટે વાહનની માંગણી કરી ત્યારે મૃતદેહ લઈ જવા માટે હોસ્પિટલમાં કોઈ વાહન નથી તેમ કહીને ના પાડી દીધી હતી. બહારથી ભાડાની ગાડી ગોતી લો એવો જવાબ આપ્યો હતો. મળતી માહિતી મુજબ એક બાળક પોતાના ખોળામાં મૃતદેહ લઈને બેઠો છે તેવા દ્રશ્યો જોઈને લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા.

ત્યારબાદ આ ઘટનાની જાણ કોઈક વ્યક્તિએ પોલીસને કરી હતી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક બાળક અને તેના ભાઈને પોલીસની ગાડીમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારબાદ મૃતક બાળકના પિતા પણ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. પછી એમ્બ્યુલન્સ દ્વારા બાળકના મૃતદેહને તેના ગામ લઈ જવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*