Navsari Accident: હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટના નવસારી(Navsari Accident) શહેરને અડીને આવેલા છાપરા મોગાર રોડ(Chapra Mogar Road) પર ગઈકાલે 10:15 વાગ્યાની આસપાસ ટ્રક અને બાઇક વચ્ચે ટક્કર થતા અકસ્માત(Accident) સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં બાઇક સવાર વિદ્યાર્થીનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત(Death of a student) થયું હતું.
જ્યારે આ અકસ્માતની ઘટનામાં અન્ય એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો હતો તેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ટ્રકચાલકે બાઈકને સામેથી જોરદાર ટક્કર લગાવી હતી જેના કારણે આ ભયંકર અકસ્માતની ઘટના બની હતી. વિગતવાર વાત કરે તો નવસારી શહેરમાં આવેલી નામાંકિત એ.બી સ્કૂલના દ્રષ્ટિ રાકેશભાઈ કાલાવડીયાનો એકનો એક 18 વર્ષનો દીકરો દર્શ કાલાવડીયા એબી સ્કૂલમાં સવારે ફૂટબોલ રમવા માટે ગયો હતો.
જ્યાંથી તે 10.15 વાગ્યાની આસપાસ પોતાના મિત્ર સાથે ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ઈંટોથી ભરેલા ટ્રકે દર્શની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે દર્શ અને તેની સાથે બાઈક પર સવાર 15 વર્ષનો નિહાર નામનો વિદ્યાર્થી જમીન પર પટકાયા હતા. આ ઘટનામાં દર્શને ગંભીર ઈજા પહોંચી હતી, આ કારણોસર તેનું ઘટના સ્થળે મોત થયું હતું.
એકના એક દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. પરિવારના એકના એક દીકરાનું અકસ્માતમાં મોત થતા કાલાવડિયા પરિવારમાં શોકમાં છવાઈ ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ વિજલપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.
ત્યારબાદ પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી અને ટ્રકને કબજે કર્યો હતો. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નવસારી શહેર અને તેની આજુબાજુમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ડમ્પર અને ટ્રક ચાલકો બેફામ બનતા જાય છે. જેના કારણે અવારનવાર આવી અકસ્માતની ઘટનાઓ બની રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment