ગુજરાત રાજ્યમાં અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે વાતાવરણમાં એક ઠંડક પ્રસરી ગઇ છે. વરસાદી માહોલમાં અનેક જગ્યાએ ખુબ જ સુંદર વાતાવરણ સર્જાઈ ગયું છે. ત્યારે આવા વરસાદી માહોલ વચ્ચે ગિરનાર પર એક અદભૂત નજારો સર્જાયો છે.
આ નજારો જોઇને તમારું પણ દિલ ખુશ થઇ જશે. જૂનાગઢમાં ગિરનારને વાદળાઓ આલિંગન કર્યું છે. ગિરનારના પર્વત ઉપર વાદળાનો ધોધ તેવો નજારો જોવા મળી રહ્યો છે. આ અદભુત દૃશ્યો જોઈને યાત્રીઓ ખુબ જ ખુશ થઇ ગયા છે. હાલમાં સોશિયલ મીડિયામાં ગિરનાર ઉપરનો અદભૂત નજારાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
જુનાગઢના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. ગીરના જંગલ અને તેની આસપાસના વિસ્તારમાં વાતાવરણ ખૂબ જ મસ્ત થઈ ગયું છે. જુનાગઢ વાસીઓને ગરમીથી રાહત મળી ગઈ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. ગીરના જંગલમાં વરસાદ પડવાના કારણે વન્ય પ્રાણીઓમાં પણ ખુશીની લહેર જોવા મળી છે.
જુનાગઢના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હાલમાં તો ગિરનાર પર્વતનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગિરનાર શિખર પર્વત સાથે જાણે વાદળાઓ વહાલ કરતા હોય એવું નજારો જોવા મળી રહ્યો છે.
વરસાદી માહોલ વચ્ચે ગિરનાર ઉપર અદભૂત નજારો સર્જાયો – વિડીયો જોઈને એવું લાગશે કે સ્વર્ગમાં આવી ગયા કે શું…. pic.twitter.com/SUYc1d7TwB
— GUJJU ROCKZ (@gujju_rockz) June 24, 2022
દર વર્ષે ચોમાસાની સિઝનમાં ગિરનાર પર્વત પર આવા સુંદર દ્રશ્યો જોવા મળે છે. આવા સુંદર દ્રશ્યો જોવા માટે ગિરનાર આવો અદભુત નજારો જોવા માટે મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓને ગિરનાર પર્વતની મુલાકાત લે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment