બાઈકમાં પેટ્રોલ પુરાવવા નીકળેલા 17 વર્ષના યુવકનું મૃતદેહ રોડના કિનારેથી મળી આવ્યું, યુવકની હાથ-પગની આંગળીઓ… જાણો સમગ્ર ઘટના

Published on: 5:22 pm, Fri, 24 June 22

આજકાલ જીવ લેવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે ધોરણ-11માં ભણતા વિદ્યાર્થીનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસને વિદ્યાર્થીનો મૃતદેહ રોડના કિનારેથી મળી આવ્યું હતું.

પોલીસે સોશિયલ મીડિયાની મદદથી વિદ્યાર્થીના મૃતદેહની ઓળખ કરી હતી. મળતી માહિતી અનુસાર ઘટનાના એક દિવસ અગાઉ વિદ્યાર્થી ઘરેથી ગુમ થયો હતો. ઘટના સ્થળથી 7 થી 8 કિલોમીટર દૂર તેની બાઈક મળી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ રેહમાન હતું અને તેની ઉંમર 17 વર્ષ હતી. આ ઘટના દેવરીયામાં બની હતી. મળતી માહિતી અનુસાર યુસુફ રોડ ગાંધી માર્કેટમાં રહેતા સલીમ નામના વ્યક્તિ કરીયાણાનો વેપાર કરે છે. તેમની દુકાન તેમના ઘરની નીચે જ છે.

ગુરૂવારના રોજ સાંજે તેમનો દીકરો રહેમાન બાઈકમાં પેટ્રોલ પુરાવવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. પરંતુ મોડી રાત થઈ ગઈ છતાં પણ તે ઘરે પરત ફર્યો નહીં. તેથી પરિવારના લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ પરિવારના લોકોએ પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

શુક્રવારના રોજ સવારે સોશિયલ મીડિયાના મારફતે રહેમાનના પરિવારને રહેમાનના મૃત્યુની જાણ થઈ હતી. ત્યારબાદ પરિવારના લોકો તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પેટ્રોલ પંપના સીસીટીવી ફુટેજમાં રહેમાન બાઇકમાં પેટ્રોલ નખાવતો જોવા મળ્યો હતો.

મળતી માહિતી અનુસાર રહેમાનના ગળા પર પ્રહાર કરીને તેનો જીવ લેવામાં આવ્યો હતો. રહેમાનની હાથ-પગની આંગળીઓ તેના શરીરથી અલગ મળી આવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઇને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "બાઈકમાં પેટ્રોલ પુરાવવા નીકળેલા 17 વર્ષના યુવકનું મૃતદેહ રોડના કિનારેથી મળી આવ્યું, યુવકની હાથ-પગની આંગળીઓ… જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*