ગુજરાતમાં કોરોનાવાયરસ હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં દિવસેને દિવસે કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં એપ્રિલના છ દિવસમાં નવા કેસમાં પણ રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. છેલ્લા છ દિવસમાં રાજ્યમાં કોરોના ના નવા 17 હજાર 180 પોઝિટિવ કેસ નોંધાયા છે.
મંગળવારે કોરોના ના નવા 3280 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે 121 દિવસ બાદ કોરોના ની સારવાર દરમિયાન 17 દર્દીઓના મૃત્યુ નોંધાયા હતા.
રાજ્ય સરકાર દ્વારા 20 જિલ્લાઓમાં રાત્રી કર્ફ્યુ કડક નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે.
4 એપ્રિલના રોજ મહેસાણા જિલ્લાના દેલોલી ગામ ખાતે નવનિર્મિત પ્રવેશ દ્વાર નુ ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી અને નાયબ મુખ્યમંત્રી સહિત કોઈએ પણ સામાજિક અંતર નું પાલન કર્યું ન હતું.
એપ્રિલથી કોરોના ગતિમાં વધી રહ્યો હોવા છતાં નાયબ મુખ્યમંત્રીએ આ પ્રકારે કોરોના માર્ગદર્શિકા ના ધજાગરા કરે તો શું તેમને પણ દંડ કરવામાં આવવો જોઇએ ને?
એવી ચર્ચાઓ એ પણ હાલ વેગ પકડ્યો છે. જોકે કાયદો માત્રને માત્ર નેતાઓને જ લાગુ પડે છે અને રાજકીય નેતાઓને નહીં જે આ તસવીરો પરથી સાબિત થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment