ભાજપના બે દિગ્ગજ નેતાઓ કેજરીવાલ સરકાર પર આક્ષેપ કરવા જતા ગુજરાત વિકાસ મોડલ ની પોલ ખુલી.

230

સુરત શહેરમાં હાલમાં કોરોના વધતા જતા કે સોના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને આ બાજુ હોસ્પિટલોમાં ઓક્સિજન અને રેમડીસેવર ઇન્જેક્શનની અછત વર્તાય રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે સુરત ભાજપના બે નેતાઓ પોતાની નૈતિક જવાબદારી ભૂલીને દિલ્હીની કેજરીવાલ સરકારના શિક્ષણ મોડલ નો વિરોધ કરવામાં વ્યસ્ત બન્યા છે.

સુરત ભાજપના પૂર્વ મેયર ડો. જગદીશ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ તથા પૂર્વ મેયર નિરંજન ઝાંઝમેરા દ્વારા સોશિયલ મીડિયામાં દિલ્હીની કેજરીવાલ સરકારના શિક્ષણ મોડલ સામે આક્ષેપ કરવામાં આવ્યો હતો.

અને મહત્વની વાત એ છે કે આ બંને નેતાઓ સુરત ના મેયર તરીકે રહી ચૂક્યા છે.ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સાચું કહ્યું હતું કે સુરત માં સોનાની થાળી માં લોઢુંનો હથોડો પડ્યો છે.

ભાજપને સુરતમાં આવે ક્યાંકને ક્યાંક આમ આદમી પાર્ટીનો 10 સતાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને મહાનગરપાલિકામાં પાર્ટીના 27 કોર્પોરેટરો ભાજપના 93 કોર્પોરેટરો પર ભારે પડી રહ્યા હોય તેઓ અનેક કિસ્સાઓમાં સામે આવી ચૂક્યું છે.

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા દિલ્હી સરકારે બનાવેલી શાળાઓને લઈને ટ્વીટ કર્યું હતું ત્યારે ભાજપના પૂર્વ મેયર જગદીશ પટેલ ગોપાલ ઇટાલીયા ના ટ્વીટને #AAPexposed લખી રીટ્વીટ કર્યું હતું.

ત્યારે અન્ય ટ્વિટર યુઝર્સે ડોક્ટર જગદીશ પટેલ ના ટ્વીટ નીચે ગુજરાત સરકારની પોલ ખોલી નાખી હતી. તો સુરત શહેર ભાજપ પ્રમુખ અને પૂર્વ મેયર નિરંજન ઝાંઝમેરાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે.

100 કે 200 નહીં પણ 500 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરીને દેશના બીજા રાજ્યોના સમાચાર પત્રોમાં પરીક્ષા પરિણામોની જાહેરાત આપનાર એ આમ આદમી પાટીએ રકમથી.

દિલ્હી કેટલીક ઝેઝરી શાળા નું સમારકામ કરી શકી હોત. ત્યારે અન્ય કેટલાક યુઝર્સ એ ભાજપના ગુજરાત વિકાસ મોડલ સામે અનેક સવાલો ઉભા કર્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!