ગુજરાત રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવી હતી. રાજ્ય સભાની ચૂંટણી સમયે કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપ્યું હતું અને કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપતા વિધાનસભામાં કોંગ્રેસની સંખ્યાબળ માં ઘટાડો થયો હતો. ભાજપને રાજ્યસભાની ત્રણ બેઠકો મળી હતી અને કોંગ્રેસના ફાળે માત્ર એક જ બેઠક આવી હતી. પેટા ચૂંટણી પૂર્ણ થયાના ગણતરીના દિવસોમાં જ રાજ્યસભાની બેઠકો ખાલી થઈ હતી અને એક બેઠક કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના નિધનના કારણે થાય છે.
અને બીજી બેઠક ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ નિધનના કારણે ખાલી થઇ છે. રાજ્ય સભા આ બંને બેઠકો ખાલી થવાની જાહેરાત બુધવારના રોજ કરી હતી.રિપોર્ટ દ્વારા મળતી માહિતી અનુસાર રાજ્ય સભાના સાંસદ અહમદ પટેલ ના પ્રતિનિધિત્વની મુદત 18 ઓગસ્ટ 2023 સુધી અને રાજ્ય સભાના સાંસદ અભય પ્રતિનિધિત્વની મુદત 21 જૂન 2026 સુધી ની હતી. રાજ્યસભામાં ગુજરાતની 11 બેઠકો છે.
અને હવે આ 11 બેઠકોમાંથી બે બેઠકો ખાલી થઈ ગઈ છે. બંને બેઠકો ખાલી થઈ જવાની જાહેરાત આજે સભા દ્વારા કરવામાં આવી છે અને બંને બેઠક પર સવા મહિનાના પેટાચૂંટણી યોજાશે.હાલમાં ભાજપની બહુમતિ હોવાના.
કારણે બેઠકોની ચૂંટણી અલગ થાય તો બંને બેઠક પર ભાજપના ફાળે જશે જે કોંગ્રેસ માટે ખરાબ સમાચાર છે. ઉલ્લેખનીય છે કે હાલમાં કોંગ્રેસની પાસે રાજ્યસભાની ત્રણ બેઠકો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment