મહારાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં સત્તાધારી પક્ષ શિવસેનાને મોટો ઝટકો લાગ્યો છે અને ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિધાન પરિષદ પેટા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી છે. શિવસેનાના નેતૃત્વવાળા મહાવિકાસ આઘાડી ગઠબંધનને હારનો સામનો કરવો પડ્યો છે. મળતી માહિતી મુજબ વિધાન પરિષદ પેટાચૂંટણીના પરિણામ આવી ગયા છે અને આ પેટાચૂંટણીમાં મહાવિકાસ આઘાડીને મોટો ઝટકો મળ્યો છે ને પેટાચૂંટણીમાં ભાજપના હરીફ ઉમેદવાર ને સજ્જડ હારનો સામનો કરવો પડ્યો છે.
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમરીશ પટેલે કોંગ્રેસના ઉમેદવાર અભિજીત પાટીલને હરાવ્યા છે. જોકે હજુ તેમની જીતની અધિકૃત રીતે જાહેરાત કરવામાં આવી નથી. કોંગ્રેસ એનસીપી અને શિવસેનાના ગઠબંધન વાળી મહા વિકાસ આઘાડી સરકાર સત્તામા પોતાની પહેલી સ્થાનિક ચૂંટણી લડી રહ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!