દર વર્ષે ઉનાળાની ઋતુમાં શાકભાજી ફળફળાદી અને ફૂલોની આવકમાં સતત ઘટાડો થતો હોય છે જેના લીધે ભાવ વધારો થતો હોય છે પરંતુ આ વખતે શાકભાજીની આવકમાં વધારો થતા અમદાવાદ માર્કેટમાં શાકભાજી સસ્તી થઈ છે
અને જેમાં શાકભાજીના ભાવમાં સરેરાશ બેથી પાંચ ટકાનો ઘટાડો થયો છે. દર વર્ષે લીંબુના ભાવ ગરમીની સાથે સાથે ડજાડતા હોય છે પરંતુ આ વખતે નિષ્ણાંતોની આગાહી ખોટી પડી છે અને લીંબુના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ઉનાળાની શરૂઆતના સમયે જે લીંબુ 200 રૂપિયા પ્રતિ કિલોએ મળતા હતા હવે તે જ લીંબુમાં મોટો ઘટાડો સાથે લીંબોએ 120 રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ પહોંચી ગયું છે. લીંબુના ભાવમાં ઘટાડાનું કારણ એક માત્ર છે કે તેની આવકમાં વધારો થયો છે
અને જ્યારે પણ આવકમાં વધારો થાય ત્યારે એ ભાવનો ઘટાડો થાય અને ઉનાળામાં લીંબુના ભાવ ઘટતા તમામ લોકોને રાહત મળી છે અને હવે આવનારા સમયમાં લીંબુના ભાવમાં વધારો થાય કે ઘટાડો તે તો જોવાનું પરંતુ
સાથે સાથે આદુ 107 રૂપિયા પ્રતિ કિલો છે જ્યારે ડુંગળી 17 રૂપિયા પ્રતિ કિલો છે જ્યારે બટાકા 21 રૂપિયા પ્રતિ કિલો છે જ્યારે રીંગણ 18 રૂપિયા કિલો છે ફુલાવર 25 રૂપિયા પ્રતિ કિલો છે ટામેટા 18 રૂપિયા પ્રતિ કિલો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment