દેશમાં વાયરસના સંક્રમણની હાલ ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે 3 લોકસભા બેઠકો અને 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી મુલતવી રાખી છે. આ પેટા ચૂંટણી દાદર અને નગર હવેલી, મધ્યપ્રદેશના ખંડવા અને હિમાચલ પ્રદેશની માંડી લોકસભા બેઠકો પર યોજાવાની હતી.
આ સાથે ચૂંટણી પંચે વિવિધ રાજ્યોની આઠ વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટા ચૂંટણીમાં પણ મુલત્વી રાખી છે. આપણે જણાવી દઈએ કે ભાજપના સાંસદ નંદકુમાર સિંહ ચૌહાણ ના અવસાન પછી, ખંડવા લોકસભા બેઠક ખાલી પડી છે.
જ્યારે હિમાચલ પ્રદેશ ની માંડવી બેઠક ગત મહિને સાંસદ રામ સ્વરૂપ શર્માના નિધન બાદ ખાલી હતી તે સમયે દાદર અને નગર હવેલી ના સાંસદ મોહન ડેલકર નું ફેબ્રુઆરીમાં અવસાન થયું હતું.
જે બાદ આ બેઠક ખાલી પડી હતી અને ખંડવા બેઠક પર 1980 એટલે કે 41 વર્ષ બાદ આ બેઠક ઉપર પેટાચૂંટણીની સ્થિતિનું નિર્માણ થયું છે. આ પહેલા ત્રણ મેના રોજ ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં 16મી મેના રોજ યોજાનારી ચૂંટણીને રાજ્યના કોરોના ના વધતા જતા કેસોને જોતા.
સોમસરગંજ અને જાંગીપૂર વિધાનસભા બેઠકો પર મુલતવી રાખી હતી. આ બેઠક પર બે ઉમેદવારોના નિધનને કારણે મતદાન થઇ શક્યું નથી.
અગાઉ દેશભરમાં કોરોના મહામારી ની વચ્ચે 17 એપ્રિલના રોજ આંધ્રપ્રદેશ અને કર્ણાટક બે લોકસભા બેઠકો અને 10 રાજ્યોની 12 વિધાનસભા બેઠકો પર શનિવાર ની પેટા ચૂંટણીનું મતદાન થયું હતું. તેના પરિણામો બે મહિના રોજ બહાર પાડવામાં આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment