બંગાળ માં થયેલી ઘટના મુદ્દે ભટક્યા સી આર પાટીલ, તેઓએ કહ્યુ કે આવી સરકારને…

174

આપણે સૌ જાણીએ છીએ કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની પાર્ટીની જીત બાદ જે ઘટના થઈ હતી ત્યાર બાદ ભાજપ દ્વારા આખા દેશમાં વિરોધ અને ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સીઆર પાટીલે કહ્યું કે ચૂંટણીઓ આવે અને જાય અને તેમાં હાર અને જીત થતી હોય છે.

પરંતુ બંગાળમાં વિશિષ્ટ પ્રકારનું રાજ્ય છે જ્યાં તેઓ હાર ખમી શકતા નથી. કોઈપણ ભોગે જીતવા માટેના પ્રયાસોના કારણે ભાજપના કાર્યકર્તાઓ તથા નેતાઓ પર મારામારી કરવામાં આવી છે.

અને ડરનો માહોલ બનાવી ને જીતનો પ્રયાસ કરવામાં આવે છે. ભાજપના સેંકડો કાર્યકર્તાઓ સાથે મારામારી કરવામાં આવી છે. સી આર પાટીલે કહ્યું કે હાલમાં ચૂંટણીના પરિણામો આવી ગયા બાદ પણ પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકર્તાઓ સુરક્ષિત નથી.

આગેવાનો ઘરે અને ઓફિસોમાં મારામારી અને તોડફોડ કરી રહ્યા છે અને આ લોકશાહી પ્રક્રિયા નથી અને આવી સરકાર ને ચાલુ રહેવાનો કોઈ અધિકાર નથી.

તાત્કાલિક ભાજપના આગેવાનો સુરક્ષા આપવી જોઈએ અને જો ન કરે તો કેન્દ્ર સરકારે આ સરકારને બરતરફ કરવું જોઈએ. નોંધનીય છે કે પશ્ચિમ બંગાળમાં રવિવારે વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા.

અને ત્યાર બાદ રાજ્યમાં અશાંતિ ફેલાય છે. ભાજપ નેતાઓ દ્વારા સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયા મૂકવામાં આવ્યા છે જેમાં ભાજપના આગેવાનો પર મારામારી થતાં હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!