દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામો જાહેર થયા પછી અપેક્ષા મુજબ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. વિકેન્ડના વિરામ પછી સોમવારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 26 પૈસા અને ડીઝલના પ્રતિ લિટર 33 પૈસાનો વધારો થયો હતો.
પરિણામે રાજસ્થાન અને મધ્યપ્રદેશ પછી મહારાષ્ટ્રમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 100 ને પાર થઈ ગયો છે. દેશમાં પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી પૂરી થયા.
પછી ચાર મેથી અત્યાર સુધીમાં એક અઠવાડિયામાં પાંચ વખત પેટ્રોલ ડિઝલના ભાવમાં વધારો થયો હતો જ્યારે શનિવાર અને રવિવારે ઇંધણના ભાવ સ્થિર રહ્યા હતા.
પાંચ રાજ્યોની ચૂંટણી દરમિયાન 18 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર થયો ન હતો. 4 મે એ આ સ્થિરતાનો અંત આવ્યો અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો શરૂ થયો.
છેલ્લા એક અઠવાડિયામાં પાંચ વખત ભાવવધારાના પગલે પેટ્રોલ પ્રતિ લીટર 1.14 અને ડીઝલ પ્રતિ લિટર 1.33 રૂપિયા મોંઘા થયા છે.
પેટ્રોલનો ભાવ પરભણી માં 100.20₹, ભોપાલ માં ₹99.55, અમદાવાદમાં પેટ્રોલ પ્રતિ લિટર 88.60 અને ડીઝલ 88.33 મોંઘું થયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment