ગુજરાતમાં કોરોના ની બીજી લહેર ધીમે-ધીમે ઘટતી રહે છે અને કોરોના કેસનો આંકડો પણ ઘટી રહ્યો છે. તેવામાં રાજ્યમાં આજે રસીકરણ કાર્યક્રમ બંધ હતો. તો હવે આગામી બે દિવસ ગુરુ અને શુક્રવારે રસીકરણ કેન્દ્રો બંધ રહેશે.
8 અને 9 જુદાઈ સમગ્ર રાજ્યમાં રસીકરણ બંધ રહેશે. આ તમામ માહિતી રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવી છે. આજરોજ રાજ્યમાં મમતા દિવસ ના કારણે રસીકરણ બંધ હતું.
આજરોજ બાળકોને અન્ય રસી આપવામાં આવે છે તે માટે રસી નો કાર્યક્રમ બંધ રાખ્યો હતો. ઉપરાંત ગુજરાતમાં આજરોજ મમતા દિવસ હોવાથી કોરોના રસીકરણ ને લઇને મહત્વના નિર્ણય લીધો હતો.
રાજ્યમાં મમતા દિવસ હોવાના કારણે તમામ રસીકરણ કેન્દ્રો બંધ રાખવામાં આવ્યા હતા. રાજ્યમાં દિવસેને દિવસે કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે.
અને કોરોના ના કારણે મૃત્યુનો આંકડો પણ ઘટી રહ્યો છે. રાજ્યના લોકો માં રસી ને લઈને જાગૃતતા આવી રહી છે. અને ગ્રામ્ય વિસ્તારના લોકો પણ હવે ઝડપથી રસી લેવા લાગ્યા છે.
ઉપરાંત રાજ્યમાં અત્યાર કોરોના ની બીજી લહેર ઘટી રહી છે પરંતુ કોરોના નું સંક્રમણ સંપૂર્ણ રીતે નાબૂદ નથી થયું. તે માટે કોરોના ના તમામ નિયમોનું પાલન કરવું જરૂરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.
Be the first to comment